Sunday, 8 November 2015

૯ નવેમ્બર ૧૯૪૭ આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ :જૂનાગઢ

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ....'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્ભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નબાવીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમજ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઇ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટાભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃતિક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઇમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઇ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઇ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમજ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઇ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઇ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યાવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનકો દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાાન અદ્ભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઇ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઇ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.       

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઇ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઇ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉ.અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞાો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પં. સવાઈ ગાંધર્વ હતા. પં. સવા ગાંધર્વના ગુરુ ઉ.અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉ. અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.

Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?
સિદ્ધહેમ શબ્દાનુશાસન
હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ?
કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
ફાધર વાલેસ

‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે?
રમણલાલ નીલકંઠ

રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
નરસિંહ મહેતા

મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા?
ગાફિલ

‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે?
જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા

કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?
કનૈયાલાલ મુનશી

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
રણજિતરામ વાવાભાઇ

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું?
હરગોવિંદદાસ કાંટાવાલા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
કવિ ભોજા ભગત

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
ભાલણ

ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી?
કુમાર

મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ?
જહાંગીર

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?
નેમિનાથ ચતુષ્યદિકા

કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ?
લાલાજી

ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે?
હિન્દુ ધર્મની બાળપોથી

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?
કવિ કલાપી

કવિ ભાલણનું મૂળ નામ શું હતું?
પુરષોત્તમ ત્રિવેદી

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
મહિપતરામ નીલકંઠ

‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.
સત્યાર્થપ્રકાશ

મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા?
ગાફિલ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?
રણજિતરામ સુવર્ણચંદ્રક

ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી?
કુમાર

ર.વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે?
ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?
મીરાંબાઇ

સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે?
જ્ઞાનગંગોત્રી

કવિ કલાપીનું પુરું નામ શું છે?
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં?
વિનોદીની નીલકંઠગુજરાતમાં

ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ?
નાનાભાઇ ભટ્ટ

કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે?
આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? 
ફૂલછાબ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?
પરબ

સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે?
પ્રેમાનંદ

શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે?
મહા કવિ માઘ

સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?
કર્મણ મંત્રી

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?
ગુણસુંદરીની કુટુંબજાળ

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
ફાર્બસ ગુજરાતી સભા

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
રાજભાષા

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
કવિ ભાલણ

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
ભાટચારણ

ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ?
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
રાજયરંગ

શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.
અવિનાશ વ્યાસ

ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
નવલરામ

સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
કાદંબરી

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
જયોતીન્દ્ર હ. દવે

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
આદિલ મન્સુરી

તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
દ્રોપદી સ્વયંવર

કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
કાકાની શશી

ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.
હેમુ ગઢવી

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
ભૂમાનંદ સ્વામી

ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે?
સુંદરમ્

ગુજરાતી સાહિત્ય

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?   
દુલાભાયા કાગ

વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે?
ધૂમકેતુ

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે?
ગંગા સતી

શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે?
ભટ્ટ વલ્લભ મેવાડા

શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
મૃત્યુનો ગરબો

શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા?
નવલરામ

શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા?
મહાકવિ માઘ

શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ?
કવિ દયારામ

શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ?
રામનારાયણ વિ. પાઠક

શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે?
મહા કવિ માઘ

સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ?
સાસુ વહુની લડાઈ

સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે?
શ્રાવણી પૂનમ

સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ?
તુષાર શુકલ

સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે?
કલ્યાણગ્રામ

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?
ગુણસુંદરીની કુટુંબજાળ

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?
રાજાધ્યક્ષ

સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે?
જ્ઞાનગંગોત્રી

સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે?
જનકલ્યાણ

સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
કવિ અબ્દુર રહેમાન

સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે?
હરીન્દ્ર દવે

સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે?
સુન્દરમ્

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?
પાંડુલિપિ

સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે?
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ

સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે?
ડૉ. હર્ષદેવ માધવ

સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
કૌથુમિય

સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા?
મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ

સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે?
મહીપતરામ રૂપરામ નીલકંઠ

સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?
દુહા

સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ - આ પંકિત કયા કવિની છે ?
કવિ ન્હાનાલાલ

સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?
કર્મણ મંત્રી

સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે?
સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

સુન્દરમ્’નું મૂળ નામ જણાવો.
ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા?
ગુરુ બ્રહ્માનંદ

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?
ગુજરાત સભા

સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?
દર્શક - મનુભાઈ પંચોળી

સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું?
ઇ.સ. ૧૮૫૭

સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?   
જયશંકર સુંદરી

સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે?
હાયકુ

સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
ઝીણાભાઇ દેસાઇ

સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે?
ધરતીની આરતી

સ્વામી આનંદનું મૂળ નામ શું છે?
હિંમતલાલ રામચંદ્ર દવે

સ્વામી આનંદે પોતાના જીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યાં છે?
કુળકથાઓ

હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે?
કવિ પ્રીતમદાસ

હસનપીરની દરગાહ કયાં આવેલી છે ?
દેલમાલ

હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે?
હોડકા

હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે?
અસાઈત ઠાકર

હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે?
૫ -૭ -૫

હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી?
રમણભાઇ નીલકંઠ

હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇ ભાષામાં રચાયેલ?
પ્રાકૃત

ગુજરાતી સાહિત્ય

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ?
દાસી જીવણ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
નરસિંહ મહેતા

મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ?
વસંત વિલાસ

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?
નેમિનાથ ચતુષ્યદિકા

મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
બંદીઘર

મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?
હરજી

મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?
ત્રિભોવનદાસ ગજજર-સુરત

મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે?
કવિ નર્મદ

મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?
અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ?
નરસિંહરાવ દિવેટિયા

મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?
કવિ શામળ

માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો.
વલ્લભ વ્યાસ

માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે?
હરિન્દ્ર દવે

મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી?
સંત પુનિત મહારાજ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?
રાવજી પટેલ

મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ?
પ્રેમાનંદ

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો?
અવંતિનાથ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?   
પંચામૃત

મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા?
રઘુનાથ બ્રહ્મભટ્ટ

મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત થયેલા?
ગિજુભાઇ બધેકા

મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ?
ભુવન શોમ

મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ?
ગંગાસતી

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે?
કવિ નર્મદ

રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?
ઝવેરચંદ મેઘાણી

રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે?
ગુજરાત સાહિત્યસભા

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?
શામળાજીના મેળામાં

રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે?
શ્રીધર વ્યાસ

રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ?
વીર રસ

રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?
કવિતા અને સાહિત્ય

રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે?
રાઇનો પર્વત

રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
શિનોર

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?
બાળ સાહિત્ય

રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે?
માણસાઇના દીવા

રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું?
ઘસીને ઘસીને ઊજળા થઇએ

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?
ઉત્તમ વ્યવહારજ્ઞ

રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે?
મૃચ્છકટિકમ્

રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે?
શેખાદમ આબુવાલા

રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું?
પાંડુરંગ વિઠ્ઠલા વળામે

રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો?
ગોધરા

રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?
જયોતીન્દ્ર દવે

રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
ડાહ્યાભાઇ ધોળશાજી

રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ?
દ્વિરેફ

રાઇનો પર્વત’ ના લેખક કોણ છે?
રમણલાલ નીલકંઠ

રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ?
અવિનાશ વ્યાસ

રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે?
નિરુદ્દેશે

રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?
મીરાંબાઇ

રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
નરસિંહ મહેતા

રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?   
ભદ્રંભદ્ર

લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ - આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?
કવિ દલપતરામ

લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે?
ગિરનાર પર્વતની તળેટીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ગુજરાતી સાહિત્ય

પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે?
કવિ માંડણ બંધારો

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ?
અપભ્રંશ

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ?
કનૈયાલાલ મુનશી

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?
વડોદરા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી?
સુદામાચરિત્ર

પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે?
ઓખાહરણ

પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
સોની

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
આદિલ

બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
જ્ઞાની કવિ અખો

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
સમઢિયાળા (જિ. ભાવનગર)

ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
દ્વારિકા

ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
પ્રેમલક્ષણા ભકિત

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
ઈ.સ.૧૫૩૭

ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
રાસલીલા

ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
દ્વારિકા

ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
રમેશ પારેખ

ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
શકિતની ભકિત

ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.
ભદ્રંભદ્ર

ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?
નરસિંહ મહેતા

ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?
૧૫મી સદી

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
ઊંઝા

ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
સિદ્ધપુર

ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?
ભવૈયા

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?
કાંચળિયા

ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે?
આપણો વારસો અને વૈભવ

ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
રમણલાલ વ. દેસાઈ

ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ?
નળાખ્યાન

ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?   
કવિ દલપતરામ

ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?
પ્રભાશંકર પટ્ટણી

ભ!ષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ?
જ્ઞાની કવિ અખો

મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે?
લૉર્ડ લિટનની -‘ઝેનોની’

મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે ?
અખા ભગત

મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ?
વડોદરા

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ?
બાવળા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ?
હેમચંદ્રાચાર્ય

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
કવિ ભોજા ભગત

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ?
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?
ભરતેશ્વર-બાહુબલિરાસ