* સમુદ્રી જીવોમાં માછલીની ૩૦૦૦૦ કરતાં ય વધુ જાત જોવા મળે છે. દર વર્ષે લગભગ ૨૦૦ જેટલી નવી માછલીની જાત મળી આવે છે.
* માછલીનું શરીર ૪૦ થી ૬૦ ટકા સ્નાયુઓનું બનેલું છે. હાડકાંવાળી માછલીના હાડકાનું વજન અન્ય પ્રાણીઓનાં હાડકાં કરતાં ઓછું હોય છે.
* પૃથ્વી પર બધી જગ્યાએ માછલી જોવા મળે. દરિયામાં ૧૦૦૦ મીટર કરતાંય ઊંડે પણ માછલી હોય છે જે કદી કાંઠે આવતી નથી. ધ્રુવ પ્રદેશોમાં પણ માછલીની ૨૦૦ જેટલી જાત જોવા મળે છે.
* રેસીસ અને પેરોટફિશ જેવી માછલીની જાત માદા તરીકે જન્મે છે પરંતુ પુખ્ય વયે નર બની જાય છે.
* વિશ્વની પ્રથમ માછલી કોનોડોનિટા હતી તેનું ૫ કરોડ વર્ષ જૂનું અશ્મિ મળી આવ્યું હતું.
* સૌથી મોટી માછલી ગ્રેટ વ્હાઈટ શાર્ક છે. તે ૧૪ મીટર લાંબી અને ૩૫૦૦૦ કિલો વજનની મળી આવેલી છે.
* સી હોર્સ કે સમુદ્રી ઘોડા એક જ એવી માછલી છે કે જે નીચેથી ઉપરની દિશામાં તરી શકે છે.
* માછલીનું જડબું ખોપરી સાથે જોડાયેલું હોતું નથી એટલે ઘણી માછલીઓ શિકાર પકડવા જડબું આગળની તરફ લંબાવી શકે છે.
* શાર્ક એક જ એવી માછલી છે કે જેને આંખ ઉપર પોપચાં હોય.
▼
No comments:
Post a Comment