Saturday, 5 September 2015

દેશવિદેશના રાષ્ટ્રગીતો

* આપણું રાષ્ટ્રગીત 'જન ગણ મન...' કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રચેલું. તેમાં પાંચ ચરણ અને ૪૯ પંક્તિઓ છે.

* બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'આમાર સોનાર બાંગ્લા' પણ રવિન્દ્રાનાથ ટાગોરે રચેલું.

* જાપાનનું રાષ્ટ્રગીત 'કિમિ ગાયો' વિશ્વનું સૌથી જૂનું રાષ્ટ્રગીત છે તે નવમી સદીમાં રચાયેલું.

* ગ્રીસનું રાષ્ટ્રગીત વિશ્વનું સૌથી લાંબુ રાષ્ટ્રગીત છે તેમાં ૧૫૮ પંક્તિ છે.

* કેનેડાનું રાષ્ટ્રગીત 'ઓ કેનેડા' અંગ્રેજી અને ફ્રેન્ચ એમ બે ભાષામાં ગાઇ શકાય છે.

સમૂહમાં કેટલાક અંગ્રેજીમાં તો કેટલાક ફ્રેન્ચમાં ગાય ત્યારે તે સમજી શકાતું નથી.

* પાકિસ્તાનનું પહેલું રાષ્ટ્રગીત હિન્દુ કવિ જગન્નાથ આઝાદે લખેલું. આઝાદી બાદ તે દોઢ વર્ષ અમલમાં રહેલું ત્યારબાદ ૫ વર્ષ સુધી પાકિસ્તાનમાં રાષ્ટ્રગીત હતું જ નહી. ૧૯૫૪માં હાફિઝ જાલંધરીએ લખેલું 'પાક. સરઝમી' ગીત રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયું.
* સૌથી ટૂંકું રાષ્ટ્રગીત યુગાન્ડાનું છે માત્ર ૮ શબ્દો.

* સૌથી નવું રાષ્ટ્રગીત લિબિયાનું છે તે ગદ્દાફીના પતન બાદ ૧૯૧૧માં અમલમાં આવેલું.

No comments:

Post a Comment