પૃથ્વી પરના અદ્ભુત જીવોમાં કરોળિયો પ્રથમ નંબરે આવે. હજારો જાતના કરોળિયામાં એટલી જ વિશેષતાઓ પણ જોવા મળે પરંતુ કરોળિયાની જાતમાં સૌથી લાંબા પગવાળા કરોળિયાને ઓળખવા જેવો છે. માંડ અર્ધા સેન્ટીમીટર કે મગના દાણા જેવડા શરીર પર પાંચ પાંચ સેન્ટીમીટર લાંબા ૬ પગ ધરાવતો આ કરોળિયો ઝેરી હોય છે બીજા કરોળિયાનો પણ શિકાર કરી નાખે આ કરોળિયાનું નામ જ લોન્ગ લેગ સ્પાઇડર પાડયું છે.
લોંગ લેગ કરોલિયાને ૮ આંખો હોય છે નાનકડા ગોળાકાર શરીર પર કાળા સફેદ પટ્ટીઓ જોવા મળે.
આ કરોળિયાને જાળુ બાંધતા નથી આવડતું. ભોંયરામાં અંધારી કે ભેજવાળી જગ્યામાં ઢંગધડા વિનાના જાળા બાંધી શિકારની રાહ જોઈને બેસે છે. જાળામાં માખી કે મચ્છર જેવો શિકાર ફસાય એટલે કરોળિયો ધ્રૂજવા લાગે. ધ્રૂજી ધ્રૂજીને જાળાને વધુ ગૂંચવે એટલે શિકાર ફસાઈ જાય. ઘણા લોકો આ કરોળિયાને વાઇબ્રેટિંગ સ્પાઇડર પણ કહે છે.
No comments:
Post a Comment