Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?
: બાળ સાહિત્ય

રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? :
મૃચ્છકટિકમ્

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
: દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?
: દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? :
અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? :
કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર

ગમ ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? :
શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનું વતન કયું હતું? :
વડોદરા

રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
: શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? :
કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? :
જગદીશ જોશી

ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી?
: કુમાર

૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા?
: દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? :
મહાદેવભાઈ દેસાઈ

અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? :
શાંકરમત

અખા ભગતના ગુરુનું નામ શું હતું? :
બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? :
દેસાઈની પોળ

અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? :
અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો?
: જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? :
નરસિંહ મહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? :
જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો?
બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? :
મહાદેવભાઇ દેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? :
પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?
કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભકિત કાવ્ય કોણે લખ્યું?
: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?
સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે?
બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે?
કવિ નર્મદાશંકર લાલશંકર દવે

આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે?
પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?
રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?
વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ?
વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ?
વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?
કવિ હસમુખ પાઠક

આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ?
કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?
હસ્તમલકાચાર્ય

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?
કર્ણદેવ

આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ?
કવિ પ્રીતમ

આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?
વિમલ મંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી દયાનંદ સરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?
ઈન્દુલાલ ગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ?
રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે?
બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
મહિપતરામ નીલકંઠ

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?
જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?
કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?
હસતો ફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?   
શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.
સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ?
નટવરલાલ પંડયા

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ?
- બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં.

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? :
બાપુસાહેબ ગાયકવાડ

No comments:

Post a Comment