એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?
ત્રિભુવનદાસ ગજજર
ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?
કવિ દલપતરામ
કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી?
સાધના સાપ્તાહિક
કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?
૧૬મા સૈકા
કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?
આઠ
કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
કવિ દયારામ
કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
રવિશંકર રાવળ
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?
જયશંકર સુંદરી
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
બાપુસાહેબ ગાયકવાડ
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા?
ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?
સૂરસિંહજી તખતસિંહ ગોહિલ
કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?
મણિશંકર રત્નજી ભટ્ટ
કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા?
દેસાઇની પોળ, ખાડિયા
કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
નિશીથ
કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?
કલાપીનો કેકારવ
કવિ કાન્તનું મૂળ નામ શું છે ?
મણિશંકર રત્નજી ભટ્ટ
કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?
ગરબી
કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?
ગરબી કાવ્ય
કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ?
દયાશંકર
કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો?
શ્રી કૃષ્ણઃ શરણં મમ
કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
વઢવાણ
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
ભૂમાનંદ સ્વામી
કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.
પ્રેમશોર્ય
કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?
કનૈયાલાલ મુનશી
કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
વીર
કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો?
સુરત-૧૮૩૩
કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી?
ડાંડિયો
કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
રાજયરંગ
કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?
એેલ્ફિન્સ્ટન
કવિ નાકરનું વતન કયું હતું?
વડોદરા
કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ?
કાન્હડદે પ્રબંધ
કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.
ભણકારા
કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
દામોદર ખુશાલદાસ બોટાદકર
કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી?
રાવણવધ
કવિ ભાલણનું મૂળ નામ શું હતું?
પુરષોત્તમ ત્રિવેદી
કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા?
બાણભટ્ટ
કવિ ભીમ કોના શિષ્ય હતા ?
કવિ ભાલણ
કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે?
ચાબખા
કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.
કોયા ભગતની કડવી વાણી
કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે?
આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ?
ભૂતનિબંધ
કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ?
કવિ શામળ
કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે?
મણિલાલ ન. દ્વિવેદી
કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી?
મરાઠી
કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
લલિત નિબંધ
કાગવાણી’ના રચયિતા કોણ હતા?
દુલા ભાયા કાગ
કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે?
પોતાના થૂંક વડે
કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?
રામનારાયણ પાઠક
કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે?
સંત દાદુ દયાલ
ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા?
પાનબાઇ
ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ?
પાનબાઈ
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.
ગૂજરાત વિદ્યાપીઠ
ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?
હેમચન્દ્રાચાર્ય
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?
પાંડુલિપી
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
કવિ ન્હાનાલાલ
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે?
કવિ પદ્મનાભ
ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
પ્રેમાનંદ
ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે?
ભવાઇ
ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ?
સિદ્ધપુર
ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?
સૌન્દર્યલહેરી
ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
અરદેશર ખબરદાર
ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
કવિ ન્હાનાલાલ
ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?
નરસિંહ મહેતા
ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
કવિ કાન્ત
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
ભાલણ
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?
નરસિંહરાવ દિવેટિયા
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?
દલપતરામ
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
ડોલન શૈલી
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે?
મારી હકીકત
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી?
નર્મદ
ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા?
રમણલાલ નીલકંઠ
ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો?
હેમચંદ્રાચાર્ય
ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?
ધૂમકેતુ
ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું?
વિદ્યાસંગ્રહ
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?
ઝવેરચંદ મેઘાણી
No comments:
Post a Comment