Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે?
સુંદરમ્

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?
લીલાવતી જીવનકલા

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?
ઢોલો રાણો

ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું?
છેલ્લો કટોરો

ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે?
કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?
ગૌરીશંકર જોષી

ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
બંસીલાલ વર્મા

છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?
કવિ નિરંજન ભગત

છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?
દુર્ગારામ મહેતા

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું?
હરગોવિંદદાસ કાંટાવાલા

જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?   
દામોદર ખુશાલદાસ બોટાદકર

જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?  
ઈશ્વર પેટલીકર

જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે?
કવિ નર્મદ

જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?
માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે?
કવિ કલાપી

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે?
કવિ ખબરદાર

જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
મહા કવિ પ્રેમાનંદ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?
મૃદુલા સારાભાઈ

જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?
અસાઈત ઠાકર

જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?
અલીખાન બલોચ

જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?
બાલાશંકર કંથારિયા

જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે?
માનવીની ભવાઇ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?
મીરાં

જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ?
પ્રબંધ

જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ?
કવિ ધીરો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?
માંડલી

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
ઉમાશંકર જોષી

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?
જેતલપુર

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?
ફૂલછાબ

ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ?
સિંધુડો

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? માણસાઇના

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું?
સુકાની

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે?
યુગવંદના

ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે?
ગૌરીશંકર ત્રિપાઠી
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?
પથિક મહેતા

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?
જયંતિ દલાલ

તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?
પ્રેમાનંદ

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.
કવિ ધીરો

તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું?
વેણીભાઇ પુરોહિત

તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?
દેવાનંદ સ્વામી

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ?
નિષ્કુળાનંદ સ્વામી

ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.
જયશેખર સૂરિ

થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ?
જયશંકર સુંદરી

દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે?
કાકાસાહેબ કાલેલકર

દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?
ગરબી

દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે?
મનુભાઇ રાજારામ પંચોળી

દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે?
ઝેર તો પીધાં છે જાણી જાણી

દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે?
પરિત્રાણ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે?
બાળવિધવાની સમસ્યા

દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો.
મિથ્યાભિમાન

No comments:

Post a Comment