Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
ભાટચારણ

ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?
ગુજરાત વિદ્યાસભા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?
શબ્દ સૃષ્ટિ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?
રણજિતરામ સુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
રણજિતરામ વાવાભાઇ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?
૧૯૨૩-સુરત

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?
કવિ પ્રીતમ

ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો?
કવિ પ્રેમાનંદ

ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
કનૈયાલાલ મુનશી

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?
કરણઘેલો

ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી?
અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ?
ગોવાલણી

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?
લક્ષ્મી

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા?
કવિ નર્મદ

ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે?
નવલગ્રંથાવલિ

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
કવિ ભાલણ

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે?
રા. વિ. પાઠક

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?
કવિ ધીરો

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે?
અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે?
જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
જયોતીન્દ્ર હ. દવે

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?
લવકુશ પાને સીતાત્યાગ

ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ?
ભાલણ

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ - આ ગઝલ કોણે લખી છે?
બાલાશંકર કંથારિયા

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?
મહાત્મા ગાંધીજી

No comments:

Post a Comment