Tuesday, 3 November 2015

ગુજરાતી સાહિત્ય

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?
કવિ કલાપી

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?
શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ?
જ્ઞાન

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?
ભકિતયુગ

નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? .
કુંવરબાઇ

નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું?
તળાજા

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ?
રા'માંડલિક

નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે?
ઝૂલણા છંદ

નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ?
પદ

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?
સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે?
કુસુમમાળા

નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ?
ઝૂલણાં

નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો.
કનૈયાલાલ મુનશી

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી?
નર્મકોશ

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?
વીરસિંહ

નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો?
વતનપ્રેમ

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?
કવિ વડર્ઝવર્થ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?
મહારાજા ભગવતસિંહજી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ?
ચંદ્રકાન્ત બક્ષી

નવલરામ કયું સામાયિક ચલાવતા હતા?
ગુજરાતી શાળાપત્ર

નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?
કવિ શામળ

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે?
મારું જીવન એ જ મારી વાણી

ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા?
કવિ દલપતરામ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે?
માનવીની ભવાઇ

પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
માનવીની ભવાઇ

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે?
આદિલ મન્સુરી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ?
હરિન્દ્ર દવે

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?
કવિ ભાલણ

પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
બળવંતરાય ક. ઠાકોર

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
આદિલ મન્સુરી

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?
ખાડિયા

No comments:

Post a Comment