Sunday, 7 August 2016

સામાન્ય જ્ઞાન(ઓલિમ્પિક વિશેષ)

૧.   ચાર આનુંક્રમિક ઓલિમ્પિકમાં એટ્લે કે સતત સોળ વર્ષ સુધી ચક્ર ફેક્માં સુવર્ણ ચંદ્રક જીતનાર ખેલાડી કોણ?
-અલઓટઁર

૨.   અત્યાર સુધીમાં સતત બે ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર,૨૦૦ મીટર અને ૪×૧૦૦ મીટર રીલે જીતનાર એકમાત્ર ખેલાડી કોણ?
-યૂસેન બોલ્ટ

૩.   ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમ કેટલા વર્ષ બાદ ભાગ લેશે?
-૩૬ વર્ષ

૪.   એકવીસમો ઓલિમ્પિક (૧૯૭૬-મોન્ટરિંયલ) નું ઉદ્ધાટન કોના હસ્તક થયેલું?
-રાણી એલિઝાબેથ બીજી

૫.   ક્યાં પુરુષ ખેલાડીએ ૧૯૮૦ મોસ્કો (૨૨ મો)ઓલિમ્પિક જીમ્નાસ્ટિકમાં પ્રથમ વાર આઠ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ આઠેય સ્પર્ધામાં ચંદ્રકો મેળવ્યા હતાં?
-એલેકઝાંડર દિત્યાતિ

૬.   ક્યાં ઓલિમ્પિકમાં ભારતની પી.ટી. ઉષાએ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ચોથું સ્થાન મેળવ્યું હતુ?
-ત્રેવીસમાં ઓલિમ્પિકમાં(૧૯૮૪-લોસ એંજલિસ

૭.   શતાબ્દી ઓલિમ્પિક ઉત્તર અમેરિકાનાં ક્યાં રાજ્યના પાટનગર ખાતે ૧૯૯૬ માં ૧૭ જુલાઈથી ૨ જી ઓગષ્ટ દરમિયાન રમાયો હતો?
-એટલાન્ટા (જ્યોંર્જીયા રાજય)

૮.   સિડની ઓલિમ્પિકમાં ભારતની  કઇ મહિલા વેઇટલિફટરે ૬૯ કિ.ગ્રા. વિભાગમાં કુલ ૨૪૦ કિ.ગ્રા.વજન ઉંચકી શ્રેષ્ઠ દેખાવ કરીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો?
-કરન્નામ મલેશ્વરી

૯.   'ધ બાલ્ટીમોર બુલેટ'ના ઉપનામથી કોણ પ્રખ્યાત છે?
-માઈકલ ફેલ્પસ

૧૦.   ભારતના શૂટર અને ભારતીય સેનાના મેજર ગ્રેનેડિયર ઓફિસર આર્મી માર્ક્સમેન શિપ યુનિટના અધિકારી રાજયવર્ધન રાઠોરે ક્યાં ઓલિમ્પિકમાં શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો?
-૨૦૦૪(એથેંસ ઓલિમ્પિકમાં)

No comments:

Post a Comment