Sunday, 7 August 2016

સામાન્ય જ્ઞાન (ઓલિમ્પિક વિશેષ)

૧.   ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનાર ક્યાં ખેલાડીનું હ્ર્દય ડાબી બાજુને બદલે જમણી બાજુ હતુ?
-જોસેફ ગુલેમૉટ

૨.   ઇંગ્લેન્ડનો કયો ક્રિકેટ કેપ્ટન ઓલિમ્પિકમાં બૌક્સિંગનો સુવર્ણ ચંદ્રક વિજેતા હતો?
-જે.ડબલ્યુ.એચ.ટી. ડગ્લાસ

૩.   અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ૨૨ ચંદ્રક જીતનાર એકમાત્ર ખેલાડી કોણ?
-માઈકલ ફેલ્પ્સ

૪.  ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ભારતના લિએન્ડર પેસ ટેનિસમાં સતત કેટલામી વાર ભાગ લેશે?
-સાતમી વાર

૫.  અત્યાર સુધીમાં નોબલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઓલિમ્પિક ખેલાડી કોણ છે?
-ફિલિપ જે.નીઓલ

૬.   લકવો,ડબલ ન્યુમોનિયા અને સ્કારલેટ ફિવરની બીમારી છતા પણ ઓલિમ્પિક સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા હતાં તે કોણ?
-વીલ્મા રુડોલ્ફ

૭.   ભારતમાં ઓલિમ્પિક મુવમેન્ટનાં જન્મદાતા કોણ?
-સર દોરબજી ટાટા

૮.   બન્ને પગે અને જમણા હાથે અગાઉ લકવો થયેલ હોય તેવો ખેલાડી ૧૯૫૨ની ઓલિમ્પિકમાં ઉંચી કૂદમા ચેમ્પિયન થયો હતો?
-વોલ્ટર ડેવિસ

૯.   ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં કેટલા વર્ષ પછી ગોલ્ફની રમત પુનરાવર્તન કરી રહી છે?
-૧૧૨ વર્ષ

૧૦.  આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન કરનાર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું હેડકવાટર ક્યાં છે?
-લાઉસન્ના, સ્વીત્ઝરલેન્ડ

★શૈલ પરમાર★

No comments:

Post a Comment