Tuesday, 31 May 2016

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી

@શૌર્ય@

સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન હતી થઈ ?

બૉમ્બે અને પંજાબ✔
હરિયાણા અને મદ્રાસ
મદ્રાસ અને બંગાળ
હરિયાણા અને પંજાબ

વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું એને શું કહેવાય ?
અદ્યતન ટેક્નોલોજી
ખાનગીકરણ
વૈશ્વિકીકરણ✔
ઉદારીકરણ

સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?
ત્રાવણકોર રાજ્યને✔
હૈદરાબાદ રાજ્યને
ભોપાલ રાજ્યને
મૈસૂર રાજ્યને

ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે ?
સાંપ્રદાયિકતાનો
ધર્મના ભેદભાવનો
ધર્મનિરપેક્ષતાનો✔
ધાર્મિક સમૂહોનો

રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી ?
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી
બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી✔
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવાથી
ચોથું વિશ્વયુદ્ધ શરૂ થવાથી

@શૌર્ય@

તાપી નદી પર વીયર બંધ ક્યાં જિલ્લામાં બાંધવામાં આવેલો છે?
સુરત
નર્મદા
તાપી✔
છોટા ઉદેપુર

પદમડુંગરી કે જે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવેલું છે તે ક્યાં જિલ્લામાં આવેલ છે?
ડાંગ
વલસાડ
દાહોદ
તાપી✔

ક્યાં જિલ્લામાં દુબળા આદીવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે?
ડાંગ
દેવભૂમિ દ્વારકા
દાહોદ
સુરત✔

@શૌર્ય@

બંદર-એ- મુબારક તરીકે ક્યુ  શહેર ઓળખાય છે.
જામનગર
કંડલા
પીપાવાવ
સુરત✔

ક્યાં જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે?
સાબરકાંઠા
દાહોદ
સુરત✔
જુનાગઢ

ગિરિમાલ ધોધ ક્યાં આવેલ છે?
વઘઇ
ડાંગ
બીલીમોરા
આહવા✔

ભારતની સૌથી મોંઘેરી ટ્રેન એક્સપ્રેસ કઈ છે?
રાજધાની
અવધ મેલ
મહારાજા એક્સપ્રેસ✔
સતાબ્દી એક્સપ્રેસ

@શૌર્ય@૯૭૨૩૧ ૩૯૬૦૦@

રબરમાં મુખ્યત્વે ક્યાં બે પ્રકારનાં દ્રાવકો હોય છે.
ટર્પેંટાઈન અને લીડ
નેપ્થા અને એલ્યુમિનિયમ
ટર્પેંટાઈન અને નેપ્થા✔
નેપ્થા અને કોપર

પૂર્વ નાણાં સચિવ રતન વાટલ શેના પ્રિન્સિપાલ એડવાઈઝર બન્યા?
નીતિ આયોગ✔
ભારતીય પત્રકાર આયોગ
સામાજિક ન્યાય આયોગ
ઈબિસી આયોગ

11.5 મેગાવોટની ક્ષમતાવાળું વિશ્વનું સૌથી વિશાળ એવા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટની શરૂઆત ક્યાં થઇ?
નાગપુર
અમદાવાદ
અમૃતસર✔
નોઈડા

@શૌર્ય@૯૭૨૩૧ ૩૯૬૦૦@

સામાન્ય જ્ઞાન ક્વિઝ


@શૌર્ય@
તમિલનાડુના ક્યાં જિલ્લામાંથી હડ્ડપિયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા?
શિવગંગાઇ✔
થંજાવુર
નાગપટ્ટીનમ
કાંચીપુરમ

ક્યાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીએ સૌથી યુવા વયે ૧૦૦૦૦ રન કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો?
ડેવિડ વોર્નર
એ બી ડી
એલિસ્ટર કૂક✔
વિરાટ કોહલી

@શૌર્ય@

ક્યાં હિન્દી ફિલ્મી કલાકારનો ગુજરાતમાં પાટણ નજીક સોલાર પાવર પ્લાન્ટ આવેલ છે?
સની દેઓલ
અજય દેવગણ✔
અક્ષય કુમાર
અમિતાભ બચ્ચન

આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?
સમજદારીપૂર્વકનું જીવનધોરણ
રોજગારીની તકોનું સર્જન
R.T.E.✔
એકેય નહીં

@શૌર્ય@

ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?
FAO✔
WHO
UNESCO
ILO

'હું એશિયાનું વિશાળ ઠંડું રણ છું.'મને ઓળખો હું કોણ ?
ગોરખ
થર
સહારા
ગોબી✔

કયા ભૂમિખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે ?
યુરોપ
આફ્રિકા✔
એશિયા
ઉત્તર અમેરિકા

સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જનસેવા એ જ પ્રભુસેવા.
વેદો તરફ પાછા ન વળો.
વેદો તરફ પાછા વળો.
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.✔

@શૌર્ય@

હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીયતા ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા ?

સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા

મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી✔

મૌલાના શૌકતઅલી અને મૌલાનામોહમ્મદઅલી
મૌલાના  શૌકતઅલી અને મૌલાના આઝાદ

@શૌર્ય@

બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ?
ઈ.સ.1914માં
ઈ.સ.1937માં
ઈ.સ.1939માં✔
ઈ.સ.1935માં

સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
રાશ્ત ગોફતાર
રહનુમા-ઈ-મઝદયરબન
તહઝિબ-ઉલ-અખલાક✔
મિરાત-ઉલ-અખબાર

શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
ખાલસા કૉલેજ✔
સહાયકારી કૉલેજ
ગુજરાત કૉલેજ
મુસ્લીમ કૉલેજ

વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો ?
ઈ.સ.1492માં
ઈ.સ.1503માં
ઈ.સ.1490માં
ઈ.સ.1498માં✔

@શૌર્ય@

આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
સૈનિકો મરવાના અને ભારે વરસાદને કારણે

પુરવઠાની તંગી અને લોકોની નાકામી કારણે

સૈનિકો મરવાના અને લોકોની નાકામી કારણે

પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે✔💐

બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે ..............................
અલગ મતદાર મંડળની માગણી કરી.✔
અલગ વસવાટ માટે પ્રદેશની માગણી કરી.
સ્વતંત્ર કાયદાઓની માગણી કરી.
બહુમતી નોકરીઓની માગણી કરી

@શૌર્ય@97231 39600@

કઈ નદીનાં પાણીથી પાકિસ્તાનમાં કૃષિક્રાંતિ થઈ છે ?
ચિનાબ
સિંધુ✔
સતલુજ
ઝેલમ

હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ઈ.સ. 1888માં
ઈ.સ. 1890માં
ઈ.સ. 1885માં✔
ઈ.સ. 1895માં

આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
દમ ✔
કૅન્સર
કમળો
ઝાડા-ઊલટી

કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
ચૌરીચોરાના✔
બારડોલી સત્યાગ્રહના
જલિયાંવાલા હત્યાકાંડના
રૉલેટ ઍક્ટ

@શૌર્ય@97231 39600@

Monday, 30 May 2016

સામાન્ય જ્ઞાન ક્વિઝ

@શૌર્ય@

ચીકુ નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી
યુવરાજ
હાર્દિક પડ્યા
કૃણાલ પંડ્યા
વિરાટ કોહલી✔

બેંગલુરુ કેટલી વાર ઉપવિજેતા બની છે?

૩✔

૨૦૧૬ માં નંદશંકર મહેતાની નવલકથા 'કરણ ઘેલો' અંગ્રેજીમાં ક્યાં નામથી અનુવાદ થયો?
નંદશંકરનું જીવનચરિત્ર
આલ્ફાબેટ
પેંગ્વિન✔
કરણ ઘેલો

@શૌર્ય@

રાજસ્થાન રાજ્યને ગુજરાતના કેટલા જિલ્લા સ્પર્શે છે?
૬✔


સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો?
સાબરકાંઠા
અમદાવાદ
વડોદરા(1537)✔
કચ્છ

મધ્ય પ્રદેશ સાથે ક્યાં ક્યાં જિલ્લા જોડાયેલ છે?
છોટા ઉદેપુર,પંચમહાલ
છોટા ઉદેપુર,દાહોદ✔
દાહોદ,પંચમહાલ
સાબરકાંઠા,અરવલ્લી

@શૌર્ય@

દાદરા નગર હવેલી સાથે ગુજરાતના ક્યાં જિલ્લાની સરહદ લાગુ પડે છે?
ડાંગ
નવસારી
તાપી
વલસાડ✔

ગુજરાતના દરિયા કિનારો ધરાવતા જિલ્લાઓ કેટલા?
૧૪
૧૫✔
૧૬
૧૮

ગુજરાતના ચારે બાજુથી જમીની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓ કેટલા?
૧૭
૧૮✔
૧૫
૨૯
@શૌર્ય@
ગુજરાતની માત્ર એક જ જિલ્લાની સરહદ સાથે જોડાયેલો જિલ્લો
કચ્છ
વલસાડ ✔
ડાંગ
ગીર સોમનાથ

મહારાષ્ટ્રની સરહદ સાથે જિલ્લાઓ જોડાયેલ છે?
૫✔


@શૌર્ય@

ગુજરાતના ૧૬૦૦ કિમી દરિયા કિનારામાં કોના ભાગે વધુ દરિયા કિનારો છે?
કચ્છ
સૌરાષ્ટ્ર✔
તળ ગુજરાત
મધ્ય ગુજરાત

ગોડિયા ક્રીક ક્યાં જિલ્લામાં આવેલ છે?
ભરૂચ
દેવભૂમિ દ્વારકા
ગીર સોમનાથ
કચ્છ✔

માણાવદરથી નવીબંદર વચ્ચેના નિચાણ વાળા ભાગને શું કહે છે?
નાઘેર
ચરોતર
ઘેડ✔
ગીર

@શૌર્ય@

વડોદરાનું મેદાન કઈ કઈ નદી વચ્ચે આવેલ છે?
વિશ્વામિત્રી,મહી
વિશ્વામિત્રી,ઢાઢર
મહી,ઢાઢર✔
ઢાઢર,ઓરસંગ

મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
કાનમ
ચરોતર✔
લંગુર
લાઓસ

@શૌર્ય@

ભાવનગરની કઈ સીમાએ ભાલ પ્રદેશ આવેલ છે?
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર✔
દક્ષિણ

@શૌર્ય@

સાબરમતીની કઈ બાજુએ વિરમ ગામનું મેદાન આવેલ છે,જે 'વિરમગામના કપાસના પ્રદેશ'તરીકે જાણીતું છે?
ઉત્તર✔
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ

સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ક્યાં ખડકોનો બનેલો છે?
બેસાલ્ટ અગ્નિકૃત✔
લાઓસ
કાળા પત્થર
ગીર ટેકરીઓનો

@શૌર્ય@

ફિલ્મ પ્રેમરોગમાં દેવ(દેવધર)નો રોલ ક્યાં કલાકારે કિરદારેલ છે?
અનીલ કપૂર
ઋષિ કપૂર✔
દેવાનંદ
અમિતાભ બચ્ચન

ડિજિટલ ઇન્ડિયાનો બનાસકાંઠાના ક્યાં ગામથી શરૂઆત થઇ?
બતારવારા
માલણ✔
સરવણાં
પ્રહલાદનગર

@શૌર્ય@

Sunday, 29 May 2016

સામાન્ય જ્ઞાન

1.આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?
ગાંધીજીને

2.ભાવનગરની કઈ સીમાએ ભાલ પ્રદેશ આવેલ છે?
-ઉત્તર

3. ગાંધીજીની હત્યા કોણે કરી ?
નથ્થુરામ ગોડસેએ

4. 'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?
જવાહરલાલ નેહરુએ

5. ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?
ઇ.સ. 1947માં

6. જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા ?
હરિસિંહ

7. કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ?
જૂનાગઢ રાજ્યના

8. સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?
ત્રાવણકોર રાજ્યને

9. દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?
વી.પી. મેનન

10. બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?
ડૉ.બાબાસાહેબ આંબેડકરને

11. ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?
30 જાન્યુઆરી, 1948ના રોજ

12. પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?
ઇ.સ. 1948માં

13. બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?
166

14. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

15. બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?

16. દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?
સરદાર પટેલે

17. ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?
માર્ચ, 1947માં

18. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

19. મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?
લાહોર અધિવેશનમાં

20. ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?
-562

Saturday, 28 May 2016

સામાન્ય જ્ઞાન

1. રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
-હિંદુ કૉલેજની

2. 'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
-નેતાજી

3. લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

4. 2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?
-382

5. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?
22%

6. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
-રહનુમા-ઈ-મઝદયરબન

7. સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?
-સિંગાપુરમાં

8. 'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
-ઠક્કર બાપાએ

9. ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?
-અમદાવાદ

10. અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
-આર્થિક નીતિ

11. નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
કૉલેરા

13. 'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
-તાલુકાની અદાલતમાં

14. ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
-ભગતસિંહે

15. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?
-3/20 ભાગમાં

16. 'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-મુંબઈમાં

17. વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
-75 થી વધુ

18. શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
-ઉદ્યોગો

19. ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?
-'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને

20. લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
-મુસ્લિમ

સામાન્ય જ્ઞાન(ગાંધીજી વિષયક)

1.ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?
-સત્યાગ્રહ

2. વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?
-બારડોલી

3. 'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?
-ખિલાફત

4. 'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?
-મુસ્લિમ લીગની અસંમતિના કારણે

5. કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
-ચૌરીચોરાના

6. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
-ઇ.સ. 1928માં

7. જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?
-ગાંધીજીને

8. ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
-વિદેશી કાપડના બહિષ્કારનો

9. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?
-ઈ.સ.1915

10. જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
-ઈ.સ.1919માં

11. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?
-વલ્લભભાઈ પટેલ

12. જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?
-દસ હજાર

13. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
-2 ઓક્ટોબર,1869

14. સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?
-26 જાન્યુઆરી 1950

15. ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?
-વકીલાત કરવા માટે

16. ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?
-દિલ્લી, રાજઘાટ

17. ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?
-25 મે,1915

18. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?
-નાઇટહૂડનો

સામાન્ય જ્ઞાન(ભારતના ક્રાન્તિવીરો)

1. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?
-ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ

2. 'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
-અભિનવ ભારત

3. વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
-આંદામાનની

4. ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
-મદનલાલ ઢીંગરાએ

5. ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

6. ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
-પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં

7. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
-વાસુદેવ બળવંત ફડકેએ

8. કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
-26 ફેબ્રુઆરી, 1966માં

9. ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

10. ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?
-લાહોર નેશનલ કૉલેજમાં

11. 9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?
-કાકોરી

12. મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
-મુંબઈમાં

13. ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
-કાશીમાં

14. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
-રામપ્રસાદ બિસ્મિલે

15. ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?
-જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં

16. ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
-ચંદ્રશેખર આઝાદે

17. મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
-સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

18. વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
-મૅડમ કામાએ

19. કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
-ચંદ્રશેખર આઝાદે

20.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
-વીર સાવરકરે

સામાન્ય જ્ઞાન(ભારતમાં રાષ્ટ્રવાદ)

1. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
-લોકમાન્ય ટિળકે

2. જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?
-રાસબિહારી બોઝને

3. કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
-કનિંગહામે

4. બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
- 'વંદે માતરમ્'

5. આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
-પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે

6. હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?
-અખબારો પરનાં

7. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
-ઇંગ્લૅન્ડ

8. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
-ઈ.સ. 1897માં

9. સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?
-'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'

10. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
-લાલા લજપતરાય

11. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
-પ્રભાવતી

12. 'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-પૂણેમાં

13. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
-વ્યોમેશચન્દ્ર બેનરજી

14. 'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
-કૅપ્ટન મોહનસિંગે

15. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
-જાપાન

16. અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
-લોકશાહીની

17. 'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-ચેન્નાઈમાં

18. 'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
-નેતાજી

19. કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
-એ. ઓ. હ્યુમના

20. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
-'ચલો દિલ્લી'

સામાન્ય જ્ઞાન

1.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
-સ્વામી વિવેકાનંદ

2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
-સંવાદકૌમુદી

3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
- લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
- મિરાત-ઉલ-અખબાર

5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
-સ્વામી વિરજાનંદ

6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
-સત્યાર્થ પ્રકાશ

7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
-દયાનંદ સરસ્વતી

8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
-સ્વામી શ્રદ્ધાનંદે

9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
-નરેદ્રનાથ

11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
-શિકાગો

13.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
-રાજા રામમોહનરાય

14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
- વહાબી

15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
-સર સૈયદ અહમદખાને

સામાન્ય જ્ઞાન


1. આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
-શુદ્ધિ ચળવળ

2. કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
-બહેરામજી મલબારીના

3. રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
-સંવાદકૌમુદી

4. સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
-વહાબી

5. કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
-ભાભીની સતી થવાની

6. કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
-દિલ્લીના બાદશાહના

7. રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
-બ્રિસ્ટોલ મુકામે

8. ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
- લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

9. કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
-ઈ.સ. 1829માં

10. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
-રહનુમા-ઈ-મઝદયરબન

સામાન્ય જ્ઞાન

1. કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
-ઈ.સ. 1833માં

2. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
-નરેદ્રનાથ

3. સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?-
શિકાગો

4. સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
-રાજા રામમોહનરાય

5. રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
-બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

6. કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
-સ્વામી રામકૃષ્ણ પરમહંસ

7. હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?-
સ્વામી શ્રદ્ધાનંદે

8. 'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
-ઠક્કર બાપાએ

9. સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
-જ્યોતિબા ફૂલે

10. ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
-વડોદરા

Friday, 27 May 2016

સામાન્ય જ્ઞાન

૧) પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમય કઈ પદ્ધતિથી જાણી શકાય છે?
-કાર્બન ડેટિંગ પદ્ધતિ

(૨) તાડપત્રો અને ભોજપત્રોનું લખાણ કઈ લિપિમાં લખવામાં આવતું?      
-પાંડુ

(૩) ભોજપત્રો શેમાંથી બનાવવામાં આવતાં?       
-હિમાલયમાં થતાં ભુર્જ નામનાં વૃક્ષની છાલમાંથી

(૪) ભોજપત્રોના નમૂનાઓ ક્યાંથી મળી આવ્યાં છે?      
-મંદિરો,વિહારો કે સરકારી સંગ્રહાલયો

(૫) ભોજપત્રો માંથી કેવાં પ્રકારની માહિતી મળી આવે છે?      
-જે તે સમયની રાજ્ય વ્યવસ્થા,રાજાઓ અને લોક જીવન વિષયક માહિતી

(૬) અભિલેખો કોને કહેવાય?      
-ધાતુ કે પથ્થર ઉપર કોતરેલું લખાણ

(૭) અભિલેખાગાર કોને કહેવાય?       
-જ્યાં અભિલેખો સાચવવામાં આવે તેને અભિલેખાગાર કહે છે

(૮) આપણા દેશ સરકારી અભિલેખાગાર કયા આવેલું છે?તેનું નામ જણાવો.
-દિલ્હી,  રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી

(૯) તામ્રપત્ર કોને કહેવાય?      
-તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ

  (૧૦) મિલેનિયમ ગેલેરી એટલે શું?        
-જ્યારે વીસમી સદી પૂર્ણ થઇ હતી ત્યારે ડીસેમ્બર ૨૦૦૦માં લગભગ તમામ વર્તમાન પત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની  વિગતો ચિત્રાત્મક રિત્વ્ આવી હતી જેને ‘ મિલેનિયમ ગેલેરી ‘ કહે છે.