Saturday, 28 May 2016

સામાન્ય જ્ઞાન(ગાંધીજી વિષયક)

1.ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?
-સત્યાગ્રહ

2. વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?
-બારડોલી

3. 'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?
-ખિલાફત

4. 'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?
-મુસ્લિમ લીગની અસંમતિના કારણે

5. કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
-ચૌરીચોરાના

6. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
-ઇ.સ. 1928માં

7. જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?
-ગાંધીજીને

8. ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
-વિદેશી કાપડના બહિષ્કારનો

9. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?
-ઈ.સ.1915

10. જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
-ઈ.સ.1919માં

11. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?
-વલ્લભભાઈ પટેલ

12. જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?
-દસ હજાર

13. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
-2 ઓક્ટોબર,1869

14. સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?
-26 જાન્યુઆરી 1950

15. ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?
-વકીલાત કરવા માટે

16. ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?
-દિલ્લી, રાજઘાટ

17. ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?
-25 મે,1915

18. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?
-નાઇટહૂડનો

No comments:

Post a Comment