Friday, 27 May 2016

સામાન્ય જ્ઞાન

૧) પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમય કઈ પદ્ધતિથી જાણી શકાય છે?
-કાર્બન ડેટિંગ પદ્ધતિ

(૨) તાડપત્રો અને ભોજપત્રોનું લખાણ કઈ લિપિમાં લખવામાં આવતું?      
-પાંડુ

(૩) ભોજપત્રો શેમાંથી બનાવવામાં આવતાં?       
-હિમાલયમાં થતાં ભુર્જ નામનાં વૃક્ષની છાલમાંથી

(૪) ભોજપત્રોના નમૂનાઓ ક્યાંથી મળી આવ્યાં છે?      
-મંદિરો,વિહારો કે સરકારી સંગ્રહાલયો

(૫) ભોજપત્રો માંથી કેવાં પ્રકારની માહિતી મળી આવે છે?      
-જે તે સમયની રાજ્ય વ્યવસ્થા,રાજાઓ અને લોક જીવન વિષયક માહિતી

(૬) અભિલેખો કોને કહેવાય?      
-ધાતુ કે પથ્થર ઉપર કોતરેલું લખાણ

(૭) અભિલેખાગાર કોને કહેવાય?       
-જ્યાં અભિલેખો સાચવવામાં આવે તેને અભિલેખાગાર કહે છે

(૮) આપણા દેશ સરકારી અભિલેખાગાર કયા આવેલું છે?તેનું નામ જણાવો.
-દિલ્હી,  રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી

(૯) તામ્રપત્ર કોને કહેવાય?      
-તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ

  (૧૦) મિલેનિયમ ગેલેરી એટલે શું?        
-જ્યારે વીસમી સદી પૂર્ણ થઇ હતી ત્યારે ડીસેમ્બર ૨૦૦૦માં લગભગ તમામ વર્તમાન પત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની  વિગતો ચિત્રાત્મક રિત્વ્ આવી હતી જેને ‘ મિલેનિયમ ગેલેરી ‘ કહે છે.

No comments:

Post a Comment