1. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
-લોકમાન્ય ટિળકે
2. જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?
-રાસબિહારી બોઝને
3. કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
-કનિંગહામે
4. બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
- 'વંદે માતરમ્'
5. આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
-પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે
6. હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?
-અખબારો પરનાં
7. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
-ઇંગ્લૅન્ડ
8. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
-ઈ.સ. 1897માં
9. સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?
-'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'
10. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
-લાલા લજપતરાય
11. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
-પ્રભાવતી
12. 'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-પૂણેમાં
13. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
-વ્યોમેશચન્દ્ર બેનરજી
14. 'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
-કૅપ્ટન મોહનસિંગે
15. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
-જાપાન
16. અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
-લોકશાહીની
17. 'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-ચેન્નાઈમાં
18. 'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
-નેતાજી
19. કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
-એ. ઓ. હ્યુમના
20. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
-'ચલો દિલ્લી'
No comments:
Post a Comment