Saturday, 28 May 2016

સામાન્ય જ્ઞાન(ભારતના ક્રાન્તિવીરો)

1. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?
-ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ

2. 'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
-અભિનવ ભારત

3. વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
-આંદામાનની

4. ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
-મદનલાલ ઢીંગરાએ

5. ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

6. ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
-પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં

7. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
-વાસુદેવ બળવંત ફડકેએ

8. કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
-26 ફેબ્રુઆરી, 1966માં

9. ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

10. ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?
-લાહોર નેશનલ કૉલેજમાં

11. 9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?
-કાકોરી

12. મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
-મુંબઈમાં

13. ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
-કાશીમાં

14. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
-રામપ્રસાદ બિસ્મિલે

15. ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?
-જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં

16. ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
-ચંદ્રશેખર આઝાદે

17. મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
-સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

18. વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
-મૅડમ કામાએ

19. કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
-ચંદ્રશેખર આઝાદે

20.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
-વીર સાવરકરે

No comments:

Post a Comment