Saturday, 28 May 2016

સામાન્ય જ્ઞાન

1. રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
-હિંદુ કૉલેજની

2. 'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
-નેતાજી

3. લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
-શ્યામજી કૃષ્ણ વર્માએ

4. 2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?
-382

5. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?
22%

6. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
-રહનુમા-ઈ-મઝદયરબન

7. સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?
-સિંગાપુરમાં

8. 'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
-ઠક્કર બાપાએ

9. ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?
-અમદાવાદ

10. અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
-આર્થિક નીતિ

11. નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
કૉલેરા

13. 'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
-તાલુકાની અદાલતમાં

14. ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
-ભગતસિંહે

15. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?
-3/20 ભાગમાં

16. 'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
-મુંબઈમાં

17. વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
-75 થી વધુ

18. શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
-ઉદ્યોગો

19. ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?
-'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને

20. લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
-મુસ્લિમ

No comments:

Post a Comment