Thursday 25 October 2012

ચૌદ વરસની ચારણ કન્યા - ઝવેરચંદ મેઘાણી

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં
ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
- ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી કહેવત

ચોમાસું પાક ખરીફ પાક
છૂપી રીતે દાન કરવું તે ગુપ્તદાન
જન્મથી પૈસાદાર ગર્ભશ્રીમંત
જરૂર જેટલું ખાનાર મિતાહારી
જીતી ન શકાય તેવું - અજેય
જે પત્ની મેળવી શક્યા નથી તે  - વાંઢો
જેણે તહોમત મૂક્યું છે તે વાદી, ફરિયાદી
જેના ઉપર તહોમત મુકાયુ છે તે પ્રતિવાદી, આરોપી
જેનામાં દોષ નથી તે નિર્દોષ
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્યશ્લોક
જેનો મોલ ન હોય તેવું અણમોલ
જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર અક્ષયપાત્ર
ઝીણી વસ્તુઓને દેખાડનાર સૂક્ષ્મદર્શક
ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા
તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ
ત્રણ કલાકનો સમય પ્રહર
દિવસનો કાર્યક્રમ દિનચર્યા
દેખાતો પાણીનો આભાસ મૃગજળ
ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર શહીદ
પકડેલી વાતને નહિ છોડનાર જિદ્દી
પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સવ
પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ રજત મહોત્સવ
પથ્થર પર કોતરેલો લેખ શિલાલેખ
પહેલાં કદી ન બન્યું હોય તેવું અપૂર્વ
પોતાના વખાણ પોતે કરવાં તે આત્મશ્લાઘા
બે જણાને લડાવી મારવાનું કામ નારદવેડા
મટકું માર્યા વગર અનિમેષ
મનને હરી લે તેવું મનોહર
મરણ વખતનું ખતપત્ર વસિયતનામું
રથ ચલાવનાર માણસ સારથિ
લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ , તખલ્લુસ
વરઘોડામાં આવેલા માણસો સાજન
વિધાર્થીઓને રહેવાનું સ્થળ છાત્રાલય
વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું અજરાઅમર
શિયાળું પાક રવી પાક
શું કરવું કે કહેવું ન સૂઝે તેવું દિગ્મૂઢ
અશુભ સમાચારનો પત્ર કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા ક્ષિતિજ
આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા વેધશાળા
આકાશમાં ફરનાર ખેચર
આંખ આગળ ખડું થઇ જાય તેવું આબેહૂબ
ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતઘ્ન
એક ચીજ આપીને બીજી લેવી તે વિનિમય
એક જ માતાના પેટે જન્મેલ સહોદર
એકબીજામાં ભળી ગયેલ ઓતપ્રોત
એકહથ્થુ સત્તાવાળો વહીવટ સરમુખત્યારશાહી
કદી પણ  ન બની શકે  તેવું અસંભવિત
કરેલા ઉપકારને જાણનાર કૃતજ્ઞ
સારાનરસાને પારખવાની બુધ્ધિ વિવેકબુધ્ધિ
સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ શતાબ્દી મહોત્સવ
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર ખાંભી, પાળિયો
હું ઊતરતો છું એવો ભાવ હોવો લધુતાગ્રંથિ
 
કવિઓનું સંમેલન મુશાયરો
કામ કર્યા વગર બદલો મેળવનાર હરામખોર
કામધંધા વગરનો બેરોજગાર
કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ નિસર્ગોપચાર
કોઇની સાથે તુલના ન થાય તેવું અનુપમ, અપ્રિતમ
કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું અનુપમ
ગામનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામપંચાયત
ગાયોને રાખવાની જગ્યા  - ગૌશાળા 
 સચોટ અસર થાય તેવું રામબાણ
સહન ન થાય તેવું અસહ્ય
સાચવવા આપેલી વસ્તુ થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
સાથે સફર કરનાર હમસફર.......