Wednesday 3 January 2018

                                                                  સામાન્ય જ્ઞાન

કડીયો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે?
-ભરૂચ

ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લાના કયા વિસ્તારમાં તાંબુ,સીસું અને જસતની ખાણો આવેલી છે?
-દાંતા

કઈ શૈલીમાં હિંદુ- મુસ્લિમ કલા શૈલીનું મિશ્રણ જોવા મળે છે ?
-શર્કી શૈલી

જયપુર પાસેથી મળી આવેલ સ્તૂપ અને લોરિયા પાસે આવેલો કયો સ્તૂપ પણ પ્રસિદ્ધ છે?
-નંદનગઢ

મૂર્તિકલાના ક્ષેત્રમાં કયા કાળમાં કલાનો ઉચ્ચતમ વિકાસ થયો હતો ?
-ગુપ્તકાળ

નારી' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
-વનિતા

પ્રાચીન ભારતની કઈ ગુફામાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મોનું પ્રમાણ જોવા મળે છે ?
-ઈલોરાની ગુફાઓ

"કથાસરિતસાગર" નામની કૃતિના કર્તા કોણ છે?
-સોમદેવ
નવા વન કાયદા સુધારા અનુસાર ક્યુ વૃક્ષ હવે વૃક્ષ માં ગણતરી નહીં પામે??
-વાંસ

મતદાતાઓ માટે ERO-NET નો પ્રારંભ ક્યાં રાજ્ય થી થયો??
-રાજસ્થાન

ક્યાં રાજ્યમાં અંધ વિશ્વાસ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું?
-કર્ણાટક

તાજેતરમાં દીનદયાળ સ્પર્શ યોજના કઈ વસ્તુને પ્રોત્સાહિત કરવા શરૂ કરવામાં આવી?
-ટપાલ ટિકિટ

કઝાખસ્થાન 2025 થી પોતાનું નામ બદલીને શુ કરશે?
-કઝાકસ્થાન

તાજેતરમાં ઇન્ડોનેશિયાનો કયો જવાળામુખી 54 વર્ષ બાદ ફાટ્યો?
-માઉન્ટ આગૂંગ

તાજેતરમાં ક્યાં પાકના નામથીઆંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવાની રજુઆત ભારત દ્વારા UNને કરવામાં આવી?
-જુવાર

2019 સુધીમાં ભારતની 1.5 લાખ ગ્રામ પંચાયત હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સાથે જોડવા સરકારે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો?
-ભારત નેટ ફેઝ 2

કઈ કંપનીના સહયોગથી ઉત્તર પ્રદેશ 20 જેટલા સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપશે?
-સેમસંગ

હાલમાં ઈન્ફોસીસના CEO અને MD તરીકે કોણ નિમાયા?
-સલીલ એસ.પારેખ