~વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ થાય છે પરંતુ છત્રીની મૂળ શોધ સૂર્યના તડકાથી બચવા માટે થયેલી.
~ છત્રીને અંગ્રેજીમાં 'અમ્બ્રેલા' કહે છે તેનું બીજું નામ 'પેરાસોલ' છે. પેરાસોલ એટલે સૂર્યના તાપથી બચાવતું છત્ર.
~ ઉઘાડબંધ થઈ શકે તેવી છત્રીની શોધ ઈસુની પહેલી સદીમાં ચીનમાં થયેલી ત્યારે છત્રીનો ઉપયોગ ઘોડાની બગી પર થતો.
~ પ્રાચીનકાળમાં મોટાભાગની સંસ્કૃતિમાં રાજા મહારાજાઓના રથ ઉપર છત્રીનો ઉપયોગ થતો.
~ સળિયાવાળી છત્રીની શોધ ઈ.સ. ૧૮૫૨માં સેમ્યુલ ફોક્સ નામના કારીગરે કરેલી.
~ શરૃઆતમાં છત્રીના સળિયા બનાવવા વ્હેલના હાડકાંનો ઉપયોગ થતો.
~ ઈ.સ. ૧૯૨૮માં વિયેનાના એક વિદ્યાર્થી સ્લાવા હોરોવિટ્ઝે વાળીને ખિસ્સામાં મૂકી શકાય તેવી પ્રથમ છત્રી બનાવી.
~ ગોલ્ફની રમતમાં ૬૦ થી ૭૦ ઇંચના વ્યાસવાળી મોટી છત્રીઓ વપરાય છે.
~ આજે સૌથી વધુ છત્રીનું ઉત્પાદન ચીનમાં થાય છે.
~ વિશ્વભરના દેશોમાં નવી નવી જાતની છત્રીઓ બનાવવાનું ચાલુ જ રહે છે. અમેરિકાની પેટન્ટ ઓફિસમાં ૩૦૦૦ જેટલી છત્રી સંબંધી શોધો નોંધાઈ છે.
~ ૨૦૦૪માં જર્મનીના રોટરડેમના એક કારીગરે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી પંખાવાળી છત્રી બનાવેલી.
~૨૦૦૫માં નેધરલેન્ડની ડેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જર્વીન હુગેનડૂમે વિમાન આકારની છત્રી બનાવેલી. ઉઘાડબંધ થઈ શકે અને હાથમાં લઈને ફરી શકાય તેવી આ છત્રી ૭૦ થી ૧૦૦ કિલોમીટરના ઝડપી પવનનો સામનો કરી શકે તેવી હતી. આ શોધ બદલ તેને ઘણા એવોર્ડ મળેલા
No comments:
Post a Comment