Friday, 12 June 2015

ગુજરાત જનરલ નોલેજ


કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? – પાલનપુર

કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ

કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ

કવાંટ મેળો કયાં ભરાય છે ? – છોટા ઉદેપુર

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? – નગીનાવાડી

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? – નાટ્યસંપદા

કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? – ગુજરાત

કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? – પોરબંદર

કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ

કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? – ભાવનગર

ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી

ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ

ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ

ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? – કેશુભાઇ પટેલ

ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? – વડોદરા ( અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક છે)

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? – ગાંધીનગર

ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા

ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું

ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪

ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા

ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું

C.E.E.નું પૂરું નામ જણાવો. -  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

G.E.E.R.નું પૂરું નામ જણાવો.  -  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ

IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

ITCTIનું પુરૂ નામ જણાવો.  - ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 

અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.

અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ

અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા

આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન

આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ

આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે

ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા

ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી

ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર

એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી.

No comments:

Post a Comment