અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? – કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ – ૬૪
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? - ૧૨.૫ કિ.મી.
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ? – ગિરની તળેટીમાં
આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે ? સાપુતારા
આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? - જામનગર
આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? – ડાંગ
આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – અમદાવાદ
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર
ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? ૬૦ ટકા
ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? – મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે — વલસાડ
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે – સરસ્વતી
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? - સૂર્ય
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? - ફલોરસ્પાર
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? મુંદ્રા
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? ભુજ
કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? – સરદાર સરોવર નર્મદા યોજના
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઇ જણાવો ? – 437.08 મીટર
કચ્છના ઘીણોધર ડુંગરાળ ઊંચાઇ જણાવો ? – 388 મીટર
કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? – ઘુડખર નામના
કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? – . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – : સાબરમતી અને બનાસ નદીઓ
કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? - 27,200 ચોરસ કિ.મી.
કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? સુરખાબ નગર
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? – નાનું રણ ,
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
No comments:
Post a Comment