Thursday, 8 December 2016

સામાન્ય જ્ઞાન

૧.   અહલ્યાબાઈ હોલ્કર ક્યાં મરાઠા રાજ્યની રાણી હતી?
-ઇન્દોર

૨.   પ્રાચીન નગર તક્ષશિલા કોની વચ્ચે આવેલું હતું?
-સિંધુ અને જેલમ

૩.   એક પ્રહર એટલે કેટલા કલાક થાય?
-૩ કલાક

૪.   લોકસભાના અધ્યક્ષને દર મહિને કેટલો પગાર આપવામાં આવે છે?
-₹ ૧,૨૫,૦૦૦

૫.   ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
-નેનપુર

૬.   મેનીનજાઈટસ રોગ શરીરના ક્યાં ભાગને અસર કરે છે?
-મગજ

૭.   શેની હાજરીને કારણે શરીરમાં લોહી જામતુ નથી?
-હેપેરીન

૮.   ક્યાં સરોવરમાં પરિકુંડ અને માલુડ દ્વીપ છે?
-ચિલ્કા

૯.   NTPC નું પૂરું નામ શું છે?
-નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન

Monday, 10 October 2016

સામાન્ય જ્ઞાન

૧.   સૌપ્રથમ સામાન્ય બજેટથી અલગ કરી રેલ્વે બજેટ ક્યાં વર્ષે રજૂ થયુ હતુ?
-૧૯૨૪

૨.   રાષ્ટ્રીય ધ્વજ સંહિતા સાથે ક્યુ વર્ષ સંબંધિત છે?
-૨૦૦૨

૩.   ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયેલ છે?
-રંગુન(મ્યાનમાર)

૪.   ગુજરાતમાં નવી સરકારની રચના થયાં પછી કોણે પ્રોટેમ સ્પીકર તરીકેની જવાબદારી નિભાવી હતી?
-પરબતભાઈ પટેલ

૫.   સંસદનું સૌથી લાંબુ સત્ર ક્યુ છે?
-બજેટ સત્ર

૬.   ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રનો ક્યાં વર્ગનાં રાજ્યમાં સમાવેશ થયો હતો?
-B

૭.   સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયુ હતુ?
-સરદાર વલ્લભભાઈ પટેલ

૮.   ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ ૧૦૦ જેટલી સિઁચાઈ યોજનાઓને મંજુરી આપી હતી?
-અમરસિંહ ચૌધરી

૯.   જો લિપ વર્ષ હોઇ તો શક સંવત મુજબ પહેલો દિવસ કયો આવશે?
-૨૧ માર્ચ

૧૦.   ભારતની સૌપ્રથમ ટેક્ષટાઇલ યુનિવર્સીટીની સ્થાપના ક્યાં થશે?
-સુરત

@શૈલ@

Friday, 7 October 2016

સામાન્ય જ્ઞાન


૧.   વન્ય પ્રાણી સંરક્ષણ એક્ટ -૧૯૭૨માં પસાર થયેલ ધારાનો મુખ્ય સંબધ કોની સાથે છે?
-રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ

૨.   તુલસીમાં કયો એસિડ હોઇ છે?
-ઓરસેલિક

૩.   ફોડેલ ચુનાનું અણુ સૂત્ર શુ છે?
-CA(CO)2

૪.   પહેલી વન નીતિ ક્યારે અમલમાં આવેલ?
-૧૯૫૨

૫.   ક્યાં સુધારાઓ મુજબ રાજય,સ્થાનિક પંચાયતોને સ્થાનિક વન સંસાધનના સંચાલનનો અધિકાર આપી શકે છે?
-૭૩ અને ૭૪ મો સુધારો(૧૯૯૯)

૬.   ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન કલાઈમેન્ટ ચેંજ મુજબ ક્યુ વર્ષ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધું ગરમી વાળું વર્ષ હતુ?
-૧૯૯૦

૭.   ભારતમાં એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ ક્યાં થયો હતો?
-મુંબઇનાં ચેમ્બૂર અને ટ્રોમ્બેમાં

૮.   ૧૯૮૬ માં થયેલ "ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ" અન્વયે 'ગંગા એક્શન પ્લાન'નાં પ્રથમ તબક્કાનાં પ્રારંભનો યશ કોને જાય છે?
-રાજીવ ગાંધી

૯.   ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનને વાઘનું પિયર ગણવામાં આવે છે?
-જિમ કોરબેટ (ઉતરાંચલ)

૧૦.   ભારતમાં વન મહોત્સવનાં પ્રણેતા કોને કહેવાય છે કે જેમણે વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો?
-કનૈયાલાલ મુનશી

@શૈલ@

Wednesday, 5 October 2016

સામાન્ય જ્ઞાન (વિજ્ઞાન)

@શૈલ@

૧.   બેક્ટેરિયા ક્યાં સમુદાયમાં આવે છે?
-સાઈઝોફાઇટા

૨.   પારો ક્યાં ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે?
-૩૯° થી ૩૫૬°

૩.   ગેસ વેંલ્ડિંગમાં ક્યાં વાયુનો ઉપયોગ થાય છે?
-હાઇડ્રોજન

૪.   ક્યાં બ્લડ ગ્રુપમાં કોઈ એન્ટિજન હોતા નથી?
-ઓ(O)

૫.   ક્યાં પ્રાણીમાં હૃદય ત્રીખંડી હોઇ છે?
-દેડકો

૬.   પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના દ્રારા થાય છે?
-કરોડરજ્જૂ

૭.   કઈ વનસ્પતિનું આરોહણ પ્રકાંડ સૂત્ર દ્રારા જોવા મળતું નથી?
-કલક

૮.   માત્ર દૂધ પર રહેતાં બાળકોમાં ક્યાં વિટામિનની ઉણપ જોવા મળે છે?
-વિટામિન સી

૯.   બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે?
-PNDT એક્ટ

૧૦.   કૂતરું કરડવાનાં કેસોમાં કઈ રસી આપવામા આવે છે?
-એન્ટી રેબિઝ વેકસિન

@શૈલ@

સામાન્ય જ્ઞાન

_શૈલ_

૧.   સિમલા કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-ઇન્દિરા ગાંધી અને પાક.વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૧૯૭૨)

૨.   ભારતીય નવજાગૃતિનાં દૂત તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રાજા રામ મોહનરાય

૩.   તાસ્કંદ કરાર ક્યાં બે નેતાઓની વચ્ચે થયાં હતાં?
-લાલ બહાદુર શાસ્ત્રી અને પાક. પ્રમુખ ઐયૂબખાન (૧૯૬૬)

૪.   "હિસરત"ઉપનામથી ક્યાં ક્રાંતિકારી કવિતાઓ રચતા હતાં?
-અશફાક ઉલ્લાખાં

૫.   "જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે"આ વિધાન કોનું છે?
-મહર્ષિ અરવિંદ ઘોષ.

૬.   વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી?
-પવનાર આશ્રમ

૭.   "નયા ગુજરાત"નો વિચાર ક્યાં મુખ્યમંત્રીએ રજુ કર્યો હતો?
-ચીમનભાઈ પટેલ

૮.   જૂનાગઢ જિલ્લાને મહાનગર પાલિકાનો દરજ્જો કઈ સાલમાં મળ્યો?
-૨૦૦૪

૯.   ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો?
-ડૉ. બળવંતરાય મહેતા

૧૦.   કોઠા બુર્જ મ્યુઝીયમ ક્યાં આવેલ છે?
-જામનગર

@શૈલ_૯૭૨૩૧ ૩૯૬૦૦@

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   સ્વર્ણિમ ગુજરાત ઉજવણીનો લોગો કોણે બનાવ્યો હતો?
-શૈલેષ મોદી

૨.   અમદાવાદ ઉપરાંત ક્યાં સ્થળે ભદ્રનો કિલ્લો આવેલ છે?
-પાટણ

૩.   શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શુ હતુ?
-ચંદ્રહાસ

૪.   લક્ષ્મણની મૂર્છા દુર કરનાર લંકાનાં વૈદ્યનું નામ શુ હતુ?
-સુષેણ

૫.   મહોબત મકબરો ક્યાં આવેલ છે?
-જૂનાગઢ

૬.   "હૉહોલીકા"પ્રકારના ભવાઈ નાટકનાં લેખક કોણ છે?
-ચંદ્રવદન મહેતા

૭.   વિઠ્ઠલદાસ બપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે?
-હવેલી સંગીત

૮.   "ભાષા વિમર્શ"નામનું ત્રિમાસિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે?
-ગુજરાત સાહિત્ય પરિષદ

૯.   દુનિયાના સાત સમુદ્રો તરવાનું શ્રેય ક્યાં ગુજરાતીને જાય છે?
-નાથુરામ પહાડે

૧૦.   કૈલાસવન ક્યાં આવેલ છે?
-ખોખરા (અમદાવાદ)

@શૈલ-૯૭૨૩૧ ૩૯૬૦૦@

Tuesday, 4 October 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   અમદાવાદની સૌથી જૂની પોળ કઈ?
-મુહર્ત પોળ

૨.   ભદ્રનાં કિલ્લાના કુલ કેટલા દરવાજા હતાં?
-આઠ

૩.   ચીતૌડની કઇ રાણીએ હુમાયુને રાખડી મોકલાવી હતી?
-રાણી કર્મવતી

૪.   મુઘલકાલથી ચાલી આવતી ખંડણી ઉઘરાવવાની પ્રથા 'મુલ્લકગીરી'ને ઇડરનાં રાવ ક્યાં નામથી ઓળખાવતા હતાં?
-ખિવડી

૫.   ગુલામી કરાર ક્યાં અને કોની કોની વચ્ચે થયો હતો?
-ખંભાત,અંગ્રેજો અને વડોદરાના ગાયકવાડી રાજા વચ્ચે(૧૮ માર્ચ ૧૮૦૨)
@શૈલ@
૬.   'સ્વદેશી હિતેચ્છુમંડળી'નાં સ્થાપક કોણ હતુ?
-નર્મદ

૭.   ઈ. સ.૧૮૫૭ નાં બળવા વખતે ગોધરા અને ઝાલોદની તિજોરી કોણે લૂંટી હતી?
-તાત્યા ટોપે

૮.   તાત્યા ટોપે નવસારીમાં ક્યુ ઉપનામ રાખીને રહ્યાં હતાં?
-ટહેલદાસ

૯.   'વિરમગામ જકાતબારી' કોણે બંધ કરાવી હતી?
-ગાંધીજીએ

૧૦.   અમદાવાદ મિલ મજૂર માટેની રચાયેલી લવાદીનાં પ્રમુખ કોણ હતાં?
-આનંદ શંકરધ્રુવ

@શૈલ@

સામાન્ય જ્ઞાન(પ્રાચિન ઇતિહાસ)

@શૈલ@

૧.   દેરાણી-જેઠાણીનાં ગોખલા વસ્તુપાલ અને તેજપાલ બે ભાઈઓની પત્ની સાથે સંકળાયેલા છે, તેનાં નામ જણાવો.
-અનુપા દેવી,લલિતાદેવી.

૨.   ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાં શહેર સાથે શરુ થાય છે?
-વલભીપુર

૩.   સોલંકી શાસનકાળમાં ક્યાં બંદરને ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવામાં આવ્યુ હતુ?
-ખંભાત

૪.   વસ્તુપાલ અને તેજપાલ કોના સંતાનો હતાં?
-અશ્વરાજ અને કુમારદેવી

૫.   સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી કોને પરણાવી હતી?
-અર્ણોરાજ

૬.   ક્યાં રાજાએ અપુત્રીકા ધનનો ત્યાગ કરાવ્યો હતો?
-કુમારપાળ

૭.   સોલંકી કાળમાં જૂનાગઢ કોની રાજધાની હતી?
-ચુડાસમા રાજા રા'ખેંગારની

૮.   સિદ્ધરાજનાં મહાઅમાત્યો કોણ હતાં?
-મૂંજાલ મહેતા ,શાંતૂ મહેતા

૯.   કોઇપણ જાતનો કર લીધાં વીના પોતાનો ખર્ચ કરીને કોણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતુ?
-સુવિશાખે

૧૦.   મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી?
-ગિરીનગર

@શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન(સરીસૃપ & દરિયાઇ જીવસૃષ્ટિ)

@શૈલ@

૧.   ક્યાં પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટીટયુટ દ્રારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવેલ છે?
-ઘોડા

૨.   સાપની પ્રજાતિમાં સૌથી વધું બુદ્ધિશાળી સાપ કયો?
-ધી રેટલ બિયારિંગ  પીટ વાઇપર

૩.   દુનિયામાં  જમીન ઉપર સૌથી ઝડપથી ચાલતો સાપ કયો?
-બ્લેક મામ્બા

૪.   દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે?
-કિંગ કોબ્રા

૫.   તબીબી પ્રેક્ટિસમાં ક્યાં પ્રાણીનું પ્રતીક વપરાય છે?
-સાપ

૬.   એક કોષિય પ્રાણીને શુ કહેવાય છે?
-પ્રોટોઝુઆ

૭.   ઝેરી દેડકાનું ઝેર ક્યાં અંગમા હોઇ છે?
-ચામડી

૮.   કઇ માછલી તેનાં આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે?
-કેટ ફિશ

૯.   સૌથી ભયાનક શાર્ક માછલી કઇ છે કે જે માનવભક્ષી તરીકે ઓળખાય છે?
-વાઈટ શાર્ક

૧૦.   બ્લુ વ્હેલને કેટલા દાંત હોઇ છે?
-એક પણ નહીં.

@શૈલ@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન(પ્રાણી જગત)

@શૈલ@

૧.   ભારતનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય ક્યુ?
-ઝુઓલોજીકલ ગાર્ડન-અલિપુર-કલકતા

૨.   પક્ષી જગત'નામનું પુસ્તક કોણે લખ્યું છે?
-પ્રધુમન કંચનરાય દેસાઈ

૩.   ફોલ ઓફ ધ સ્પેરો કોની આત્મકથા છે?
-પક્ષીવિદ ડૉ. સલીમઅલી

૪.   ભારતના સૌથી જુના પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ સકકરબાગની સ્થાપના કઈ સાલમા થઈ હતી?
-૧૮૬૩

૫.   બોમ્બે નેચરલ હિસ્ટોરી મ્યુઝીયમનાં મુખપત્રનું નામ શુ છે?
-હોર્નબિલ
@શૈલ@
૬.   કુતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોઇ છે?
-૬૩ દિવસ

૭.   માદા ગધેડાને અંગેજીમાં શુ કહે છે?
-જેની

૮.   ક્યાં પ્રાણીનો ગર્ભધારણનો સમયગાળો સૌથી વધારે હોઇ છે?
એશિયાઈ હાથી (૬૧૫ થી ૬૬૮ દિવસ)

૯.   માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું ક્યાં પ્રાણીનું માનવામાં આવે છે?
-ઝરખ

૧૦.   સિંહ અને વાઘણનાં સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે?
-લાઇગર

સિંહણ અને વાઘનાં સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે?
-ટાઈલોન

@શૈલ@

સામાન્ય જ્ઞાન


@શૈલ@

૧.   ક્યાં બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવેલ છે?
-સલાયા

૨.   અંતિમ વિરામ મુક્તિ ધામ ક્યાં આવેલ છે?
-સિદ્ધપૂર

૩.   નીકોરાબેટ કઇ નદી પર આવેલ છે?
-નર્મદા

૪.   અમદાવાદનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો હતો?
-મગનલાલ વખતચંદ

૫.   અમદાવાદના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ?
-બાબુભાઈ પટેલ

૬.   સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રેલવેની શરૂઆત ક્યારથી થઈ?
-૧૮૮૦,ભાવનગરથી વઢવાણ

૭.   ભરૂચની ગંગાબાઇ નામની મહિલાએ ગાંધીજીને શેની ભેટ આપી હતી?
-રેંટિયો

૮.   નર્મદા બંધ બાંધવાની યોજના ક્યાં કમિશને ઘડી હતી?
-ખૌસલા કમિશન

૯.   પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે?
-મુઝફફરશાહ બીજો

૧૦.   વાઘેલા વંશનાં પતન માટે કોણ જવાબદાર હતુ?
-માધવ મંત્રી

@શૈલ@

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   છડી ઉત્સવ અને મેઘમેળો ક્યાં જીલ્લામાં ઉજવાય છે?
-ભરૂચ

૨.   સેલોર વાવ ક્યાં આવેલ છે?
-ભદ્રેશ્વર

૩.   ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે?
-નડિયાદ

૪.   રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?
-મહી

૫.   વસંતોત્સવ ક્યાં યોજાય છે?
-સંસ્કૃતિ કુંજ -ગાંધીનગર

૬.   દીપકલા ઉદ્યાન ક્યાં આવેલ છે?
-સાપુતારા

૭.   રોણીયો બેટ ક્યાં જિલ્લાના દરિયાકિનારે આવેલ છે?
-ભાવનગર

૮.   માંડવી બંદર કઈ નદીકિનારે આવેલ છે?
-કણકાવતી

૯.   આઝાદી પહેલા ગુજરાતમાં માત્ર કઇ બે સિંચાઈ યોજનાઓ હતી?
-હાથમતિ અને ખારીકટ કેનાલ

૧૦.   સૌરાષ્ટ્રના માથેરાનનું બિરુદ કઇ ટેકરીઓને મળેલ છે?
-હિગોળ ગઢની ટેકરીઓ

@શૈલ@

Monday, 3 October 2016

સામાન્ય જ્ઞાન(પક્ષીઓનું વિજ્ઞાન)

૧.   જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શુ કહેવાય છે?
-ગીઝ(Geese)

૨.   સૌથી મોટુ શિકારી પક્ષી ક્યુ છે?
-કોંન્ડોર ગીધ

૩.   ભારતનું સૌથી મોટી પાંખો વાળું પક્ષી ક્યુ?
-દાઢીવાળું ગીધ

૪.   ક્યાં પક્ષીના અવાજને શબ્દોમાં 'Did you do it'  બોલે છે એમ કહી શકાય?
-ટીટોડી

૫.   પક્ષીઓના અભ્યાસને શુ કહેવાય છે?
-Ornithology

૬.    ક્યુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાય જાય છે?
-શાહમૃગ

૭.   માછલી પકડવા માટે ક્યાં પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે?
-જળ કાગડા

૮.   ભારતનું સૌથી મોટુ ઓવિયરી (પક્ષીગૃહ)ક્યાં આવેલ છે?
-ઈંદ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન(ગાંધીનગર)

૯.   ક્યાં લિંગનાં પક્ષીઓ મોટે ભાગે સુંદર ગાતા હોઇ છે?
નર પક્ષીઓ

૧૦.   તરવામા સૌથી ઝડપી પક્ષી ક્યુ ગણાય છે?
-જેન્ટો પેગ્વીન

@શૈલ@

સામાન્ય જ્ઞાન

@શૈલું@

૧.   અતુલ રંગ રસાયણ અને દવાના વિશાળ કારખાનાની સ્થાપના કોણે કરી હતી?
-કસ્તુરભાઈ લાલભાઇ

૨.   શ્રીમદ્દ રાજચંદ્રનો આશ્રમ ક્યાં સ્થળે આવેલ છે?
-મોહનગઢ (વલસાડ)

૩.   દેશનો સૌપ્રથમ એકમાત્ર ઔષધીય ઉદ્યાન ક્યાં આવેલ છે?
-પાનસ ગામ(કપરાડા)

૪.   'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ ગીતના રચયિતા કોણ છે?
-શ્રી મણીલાલ દેસાઈ

૫.   ગાંધીજીનાં આધ્યાત્મક ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળનામ શુ હતુ,જે 'સાક્ષાત સરસ્વતી'ના ઉપનામ ઓળખવામાં આવે છે?
-રાયચંદભાઈ રાવજીભાઈ મહેતા

૬.   અમદાવાદ શહેરનું સૌથી જૂનું નામ શુ હતુ?
-રાજનગર
@શૈલું@

૭.   ગુજરાત વિધાનસભાની સૌથી વધું બેઠક (૨૧) ક્યાં જીલ્લામાં આવેલ છે?
-અમદાવાદ

૮.   અમદાવાદ ખાતે દર વર્ષે જાન્યુઆરીનાં પ્રથમ પખવાડિયામાં દેશનો સૌથી મોટો 'સપ્તક'સંગીત સમારોહ યોજાય છે તેની સ્થાપના કોણે કરી હતી?
-સ્વ. શ્રીનંદન મહેતા

૯.   ક્યાં ગુજરાતી સાહિત્યકારે વડોદરાને 'વીરક્ષેત્ર વડોદરુ' કહેલું છે?
-પ્રેમાનંદ

૧૦.   મધુવન પરિયોજના કઈ નદી પર છે?
-દમણ ગંગા

@શૈલું@૯૭૨૩૧ ૩૯૬૦૦

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.   રાજપીપળામાં આવેલ 'રાજવંત પેલેસ'કોણે બંધાવ્યો હતો?
-રાજા છત્રસિંહજી.

૨.   નીનેઇ ધોધ ક્યાં આવેલ છે?
-રાજ પીપળા

૩.   ભારતની એકમાત્ર એવી કઈ નદી છે કે જેનાં પર સૌથી વધું ડેમ આવેલ છે?
-નર્મદા

૪.   'સુરત એટ્લે સોનાની મુરત'એવું વાક્ય ક્યાં કવિનું છે?
-કવિ નર્મદ

૫.   સુરતમાં આવેલ વીર નર્મદનું નિવાસ સ્થાન ક્યાં નામે ઓળખાય છે?
-પ્રતિમા

૬.  શબરી પર્વનું આયોજન ક્યાં જીલ્લામાં થાય છે?
-ડાંગ

૭.   કસ્તુરબાને જેલવાસ દરમ્યાન કોણે શિક્ષણ આપ્યું હતુ?
-પૂર્ણિમાબેન પકવાસા.

૮.   રૂપગઢનો કિલ્લો ક્યાં જીલ્લામાં આવેલ છે?
-ડાંગ

૯.   ગુજરાત વિધાનસભાની પ્રથમ અને છેલ્લી(૧૮૨) સીટ ક્યાં ક્યાં સ્થળ પર આવેલ છે?
પહેલી-અબડાસા,છેલ્લી-ઉમરગામ

૧૦.   ગુજરાતનું મોનસિરમ એટ્લે ક્યુ શહેર?
-કપરાડા

@શૈલ@

Wednesday, 28 September 2016

સામાન્ય જ્ઞાન

@@શૈલ@@

૧.   આખ્યાનના પિતા ભાલણ નો જન્મ પાટણમાં થયો હતો,જેમનું મૂળનામ શુ હતુ?
-પુરુષોત્તમદાસ ત્રિવેદી

૨.   ઉત્તર ગુજરાતની અંબા કઈ નદીને કહેવામાં આવે છે?
-સાબરમતી

૩.   મહેસાણા જિલ્લાના કડી અને મહેસાણા માંથી કયો તાલુકો નવો બન્યો છે?
-જોટાણાં

૪.   બૌતેંર કોઠાની વાવ ક્યાં આવેલ છે?
-મહેસાણા

૫.   મહેસાણા જીલ્લામાં આવેલ દૂધ સાગર ડેરીની સ્થાપના કોણે કરી હતી?
-માનસિંહભાઈ પટેલ

૬.   મોઢેરાનું જૂનું નામ શુ હતુ?
-ભગવદ્દ ગામ

૭.   વડનગર ક્યાં સાત નામથી પ્રચલિત હતુ?
-આનર્તપૂર,આનંદપૂર,ચમત્કારપૂર,સુંદરપૂર,મદનપૂર,વૃદ્ધનગર,વડનગર.

૮.   સૌપ્રથમ કર્મચારીઓ માટે થમ્બ ઈમ્પ્રેશન દાખલ કરાવનાર ગંજબજાર ક્યુ હતુ?
-ઊંઝા

૯.   ગાંધીનગર શહેરના નામની ઘૉષણાં કઈ તારીખે કરવામાં આવી હતી?
-૧૬ માર્ચ ૧૯૬૦

૧૦.   ક્યાં જીલ્લામાં જાદરનો મેળો પ્રખ્યાત છે?
-સાબરકાંઠા

@@શૈલ@@

Tuesday, 27 September 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

ક્યાં પ્રદેશનાં બળદ તેની સવાઈ ચાલ માટે જાણીતા છે?
-કાંકરેજ પ્રદેશ

ક્યાં મુખ્યમંત્રીના સમય ગાળા દરમ્યાન દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો હતો?
-બળવંતરાય મહેતા

જેસોરના ડુંગરોનું બીજુ નામ શુ છે?
-સાતપડો

'માંગલ્યવન' ક્યાં આવેલ છે?
-અંબાજી

ચીકલોદર,ગુરુનો ભાખરો જેવા ડુંગર ક્યાં આવેલા છે?
-દાંતાની ટેકરીઓ

રાજય સરકારની કઇ યોજનાના પ્રેરણાદાયી પ્રારંભથી બનાસ ડેરી ખાતે દૂધ મંડળીઓ દ્રારા હજારો બાળકોને વિનામૂલ્યે દૂધ વિતરણ કરવામાં આવે છે?
-ભગવાનનો ભાગ

કાંકરેજ તાલુકાના ક્યાં સ્થળે પાટણનાં ચારણકા જેવો સોલાર એનર્જી પ્લાન્ટ આકાર લઇ રહ્યો છે?
-ગુઠાવાડા.

ઘટનાઓના બેતાજ બાદશાહ તરીકે કોણ ઓળખાય છે?
-ચંદ્રકાન્ત બક્ષી

મેરાયૉ લોકનૃત્ય વખતે જે શૌર્યગાન ગવાય છે તે ક્યાં નામે ઓળખાય છે?
-હૂંડીલા

૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ નાં રોજ સુરેશ પ્રભુએ છેલ્લું રેલ્વે બજેટ રજુ કર્યું હતુ.

@શૈલ@

Tuesday, 9 August 2016

સામાન્ય જ્ઞાન (ખેલ જગત)

૧.   ગુજરાતમાં ૧૨ દેશો વચ્ચે રમાનાર વર્લ્ડ કપ કબડ્ડીનો લોગો શુ છે?
-ગિરનો સિંહ

૨.   ભારતીય ક્રિકેટનાં વહીવટને વધું પારદર્શી બનાવવા સુપ્રીમ કોર્ટે કઈ સમિતિની નિમણૂક કરેલ છે?
-લોઢા સમિતિ.

૩.   વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટનો ધરાવતી ટિમો કેટલી છે?
-૧૦ ટીમો

૪.   ભારતના ક્યાં ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધું સિક્સર લગાવવાનો રેકોર્ડ ધરાવે છે?
-વીરેન્દ્ર સહેવાગ

૫.   ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પરંપરાગત લાલ રંગના બોલની જગ્યાએ ક્યાં બોલનો ઉપયોગ કરવામાં આવ્યો?
-ગુલાબી રંગનો બોલ

૬.   ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ તેમાં ક્યાં દેશે જીત મેળવી હતી?
-ઓસ્ટ્રેલિયા

૭.   અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌથી વધું સુવર્ણ ચંદ્રક કઈ રમતમાં મેળવ્યા છે?
-શૂટિંગમાં

૮.   અમેરિકન તરણ ખેલાડી માઈકલ ફેલ્પસ
ઓલિમ્પિકમાં કારકિર્દીનું કેટલામુ સુવર્ણ ચંદ્રક જીત્યા?
-૧૯

૯.   ૧૨ દેશો વચ્ચે રમાનાર વર્લ્ડ કપ કબડ્ડીમાં ભારતીય કબડ્ડી ટિમનો  કેપ્ટન કોણ છે?
-અનુપ કુમાર

૧૦.   ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (આઈ.કે.એફ)નાં પ્રમુખ કોણ છે?
-જનાર્દનસિંઘ ગેહલોત

@શૈલ@

Sunday, 7 August 2016

સામાન્ય જ્ઞાન(ઓલિમ્પિક વિશેષ)

૧.   ચાર આનુંક્રમિક ઓલિમ્પિકમાં એટ્લે કે સતત સોળ વર્ષ સુધી ચક્ર ફેક્માં સુવર્ણ ચંદ્રક જીતનાર ખેલાડી કોણ?
-અલઓટઁર

૨.   અત્યાર સુધીમાં સતત બે ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર,૨૦૦ મીટર અને ૪×૧૦૦ મીટર રીલે જીતનાર એકમાત્ર ખેલાડી કોણ?
-યૂસેન બોલ્ટ

૩.   ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમ કેટલા વર્ષ બાદ ભાગ લેશે?
-૩૬ વર્ષ

૪.   એકવીસમો ઓલિમ્પિક (૧૯૭૬-મોન્ટરિંયલ) નું ઉદ્ધાટન કોના હસ્તક થયેલું?
-રાણી એલિઝાબેથ બીજી

૫.   ક્યાં પુરુષ ખેલાડીએ ૧૯૮૦ મોસ્કો (૨૨ મો)ઓલિમ્પિક જીમ્નાસ્ટિકમાં પ્રથમ વાર આઠ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ આઠેય સ્પર્ધામાં ચંદ્રકો મેળવ્યા હતાં?
-એલેકઝાંડર દિત્યાતિ

૬.   ક્યાં ઓલિમ્પિકમાં ભારતની પી.ટી. ઉષાએ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ચોથું સ્થાન મેળવ્યું હતુ?
-ત્રેવીસમાં ઓલિમ્પિકમાં(૧૯૮૪-લોસ એંજલિસ

૭.   શતાબ્દી ઓલિમ્પિક ઉત્તર અમેરિકાનાં ક્યાં રાજ્યના પાટનગર ખાતે ૧૯૯૬ માં ૧૭ જુલાઈથી ૨ જી ઓગષ્ટ દરમિયાન રમાયો હતો?
-એટલાન્ટા (જ્યોંર્જીયા રાજય)

૮.   સિડની ઓલિમ્પિકમાં ભારતની  કઇ મહિલા વેઇટલિફટરે ૬૯ કિ.ગ્રા. વિભાગમાં કુલ ૨૪૦ કિ.ગ્રા.વજન ઉંચકી શ્રેષ્ઠ દેખાવ કરીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો?
-કરન્નામ મલેશ્વરી

૯.   'ધ બાલ્ટીમોર બુલેટ'ના ઉપનામથી કોણ પ્રખ્યાત છે?
-માઈકલ ફેલ્પસ

૧૦.   ભારતના શૂટર અને ભારતીય સેનાના મેજર ગ્રેનેડિયર ઓફિસર આર્મી માર્ક્સમેન શિપ યુનિટના અધિકારી રાજયવર્ધન રાઠોરે ક્યાં ઓલિમ્પિકમાં શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો?
-૨૦૦૪(એથેંસ ઓલિમ્પિકમાં)

સામાન્ય જ્ઞાન (ઓલિમ્પિક વિશેષ)

૧.   ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનાર ક્યાં ખેલાડીનું હ્ર્દય ડાબી બાજુને બદલે જમણી બાજુ હતુ?
-જોસેફ ગુલેમૉટ

૨.   ઇંગ્લેન્ડનો કયો ક્રિકેટ કેપ્ટન ઓલિમ્પિકમાં બૌક્સિંગનો સુવર્ણ ચંદ્રક વિજેતા હતો?
-જે.ડબલ્યુ.એચ.ટી. ડગ્લાસ

૩.   અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ૨૨ ચંદ્રક જીતનાર એકમાત્ર ખેલાડી કોણ?
-માઈકલ ફેલ્પ્સ

૪.  ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં ભારતના લિએન્ડર પેસ ટેનિસમાં સતત કેટલામી વાર ભાગ લેશે?
-સાતમી વાર

૫.  અત્યાર સુધીમાં નોબલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઓલિમ્પિક ખેલાડી કોણ છે?
-ફિલિપ જે.નીઓલ

૬.   લકવો,ડબલ ન્યુમોનિયા અને સ્કારલેટ ફિવરની બીમારી છતા પણ ઓલિમ્પિક સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા હતાં તે કોણ?
-વીલ્મા રુડોલ્ફ

૭.   ભારતમાં ઓલિમ્પિક મુવમેન્ટનાં જન્મદાતા કોણ?
-સર દોરબજી ટાટા

૮.   બન્ને પગે અને જમણા હાથે અગાઉ લકવો થયેલ હોય તેવો ખેલાડી ૧૯૫૨ની ઓલિમ્પિકમાં ઉંચી કૂદમા ચેમ્પિયન થયો હતો?
-વોલ્ટર ડેવિસ

૯.   ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં કેટલા વર્ષ પછી ગોલ્ફની રમત પુનરાવર્તન કરી રહી છે?
-૧૧૨ વર્ષ

૧૦.  આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન કરનાર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું હેડકવાટર ક્યાં છે?
-લાઉસન્ના, સ્વીત્ઝરલેન્ડ

★શૈલ પરમાર★

Friday, 5 August 2016

સામાન્ય જ્ઞાન(ઓલિમ્પિક વિશેષ)

૧.    અગિયારમા ઓલિમ્પિક (બર્લિન-૧૯૩૬)નું ઉદ્ઘાટન કોના દ્રારા થયેલ હતુ?
-એડોલ્ફ હિટલર

૨.   ક્યાં ઓલિમ્પિકથી ટેલીવિઝન પર 
ઓલિમ્પિકનું પ્રચારણ દર્શાવવામાં આવ્યુ હતુ?
-અગિયારમાં

૩.   બીજા વિશ્વ યુદ્ધનાં કારણે ક્યાં ક્યાં ઓલિમ્પિક બંધ રહ્યાં હતાં?
-બારમો અને તેરમો ઓલિમ્પિક

૪.   ચૌદમા ઓલિમ્પિકમા કોની આગેવાની હેઠળ ભારતે હૉકીમા સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો?
-કેપ્ટન કિશનલાલ

૫.   હેલસિન્કિ ખાતે યોજાયેલ પંદરમો ઓલિમ્પિક -૧૯૫૨ મા રમાયો હતો તે હેલસિન્કિ શહેર ક્યાં દેશની રાજધાની છે?
-ફિનલેન્ડ

૬.   ભારત ક્યાં ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ફૂટબોલમાં સેમી ફાઈનલ સુધી પહોંચ્યું હતુ?
-સોળમો ઓલિમ્પિક-૧૯૫૬

૭.   ક્યાં ઓલિમ્પિકથી સૌપ્રથમ વાર વિશ્વ કક્ષાએ ટી. વી. પર દેખાડવામાં આવ્યો હતો?
-સત્તરમો ઓલિમ્પિક રોમ-૧૯૬૦

૮.   ભારતના મિલ્ખા સિંઘે ૩૦૦ મીટર દોડમાં સુંદર દેખાવ બદલ તેને શેનું બિરુદ અપાયું હતુ?
-ઉડતા શીખ

૯.   ૧૯૬૮-મેક્સિકો ઓલિમ્પિકમાં અમેરિકાના ક્યાં કૂદવોરનો ૮.૯૦ મીટર લાંબા કુદકાનો વિક્રમ હજુ સુધી ઓલિમ્પિકમાં કાયમ છે?
-બોબ બીમન

૧૦.   ક્યાં ઓલિમ્પિકનાં ઇતિહાસમાં પહેલીવાર ત્રાસવાદી હુમલા દ્રારા ઇઝરાયલનાં ખેલાડીઓને મારી નાખતાં ઓલિમ્પિક ૩૪ કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો?
-૧૯૭૨ મ્યુનિચ

સામાન્ય જ્ઞાન(ઓલિમ્પિક વિશેષ)

★શૈલ પરમાર★

૧.   ક્યાં ઓલિમ્પિકથી મહિલા ખેલાડીઓએ ભાગ લીધેલ છે?
-બીજો  ઓલિમ્પિક ફ્રાન્સ-૧૯૦૦

૨.   ઓલિમ્પિકમા મહિલાઓમાં સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક મેળવવાનું સૌભાગ્ય કોણ ધરાવે છે?
-કુ.ચાર્લોટી કૂપર-બ્રિટન(બીજા ઓલિમ્પિકમાં)

૩.   ક્યાં ઓલિમ્પિકથી ભારત ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવ્યો હતો?
-બીજો  ઓલિમ્પિક ફ્રાન્સ-૧૯૦૦

૪.   બીજા ઓલિમ્પિકનો અમેરિકાનો કયો  ખેલાડી હીરો રહ્યો હતો કે જેણે સૌપ્રથમ વાર ચાર સુવર્ણ ચંદ્રકો મેળવ્યા હતાં?
-અલ્વિન કેન્ઝલિન

૫.   પાંચમો ઓલિમ્પિક ક્યાં રમાયો હતો?
-સ્ટોકહોમ

૬.   છઠ્ઠો ઓલિમ્પિક ૧૯૧૬- બર્લિન બંધ રહેવાનું કારણ શુ હતુ?
-પ્રથમ વિશ્વ યુદ્ધ

૭.   ક્યાં ઓલિમ્પિકથી 'ઓલિમ્પિક જ્યોત' વિશે વિચારવામાં આવ્યુ હતુ?
-નવમો ઓલિમ્પિક(૧૯૨૮-એમ્ટર્ડમ)

૮.   ભારત તરફથી પહેલી વાર માન્યતા પામેલ ટીમ ક્યાં ઓલિમ્પિકમાં રમેલ અને હૉકીમા પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો?
-નવમો ઓલિમ્પિક(૧૯૨૮-એમ્ટર્ડમ)

૯.   ભારતને હૉકીમા પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો ત્યારે હોકી ટીમના કેપ્ટન કોણ હતુ?
-રાજા જયપાલ સિંહ

૧૦.   ભારત તરફથી ઓલિમ્પિકમાં તરણ સ્પર્ધામા ભાગ લેનાર પ્રથમ ભારતીય તરવૈયો કોણ હતુ?
-એન.સી.મલિક

★શૈલ પરમાર★