પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા ભાગમાં સમુદ્રો આવેલા છે. નાના મોટા દરિયા અને સમુદ્રો ઘણા છે. પરંતુ પાણીના વિશાળ જથ્થાને મહાસાગર કહે છે. પૃથ્વી પર પાંચ મહાસાગર છે. આ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ ખંડ પ્રમાણે તેના નામ પાડવામાં આવ્યા છે.
(૧) પેસિફિક મહાસાગર :-
સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે. આ મહાસાગર સૌથી ઊંડો પણ છે. તેની સરેરાશ ઊંડાઇ ૩૯૭૦ મીટર છે પણ તેમાં સૌથી ઊંડું સ્થાન મેરિયાના ટ્રેન્ચ ૧૦૯૧૧ મીટર ઊંડુ છે. પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહે છે. આ મહાસાગર એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડોને દક્ષિણ અમેરિકાથી જુદા પાડે છે. આંતરરાષ્ટ્રીય દિનાન્તર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પેસિફિકમાં સૌથી વધુ ૨૫૦૦૦ ટાપુઓ છે.
(૨) એટલાન્ટિક મહાસાગર :-
વિશ્વનો બીજો સૌથી મોટો એટલાન્ટિક મહાસાગર યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદા પાડે છે. એન્ટલાન્ટિક જુરાસીક યુગમાં બનેલો સૌથી નાની વયનો છે. આ મહાસાગરમાં ગરમ પાણીના પ્રવાહો યુરોપને હૂંફ આપે છે. સૌથી વધુ દરિયાઇ સફર એટલાન્ટિકમાં થાય છે.
(૩) હિંદ મહાસાગર :-
સૌથી મોટો ત્રીજો મહાસાગર હિંદ મહાસાગર છે. હિંદ મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ રહે છે. સૌથી ઓછા જળચરો આ મહાસાગરમાં રહે છે. તેની સરેરાશ ઊંડાઇ ૩૭૪૧ મીટર છે.
(૪) સધર્ન કે દક્ષિણ મહાસાગર :-
દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તેમાં હમેશાં બરફ છવાયેલો રહે છે. તે સરેરાશ ૩૨૭૦ મીટર ઊંડો છે.
(૫) આર્કટિક મહાસાગર :-
આર્કટિક મહાસાગર એટલે ઉત્તર ધ્રુવની આસપાસનો દરિયો સૌથી છીછરો ૧૨૦૫ મીટરની ઊંડાઇ ધરાવતા આ મહાસાગરમાં હમેશાં બરફ છવાયેલો રહે છે.
No comments:
Post a Comment