Sunday 29 May 2016

સામાન્ય જ્ઞાન

1.આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?
ગાંધીજીને

2.ભાવનગરની કઈ સીમાએ ભાલ પ્રદેશ આવેલ છે?
-ઉત્તર

3. ગાંધીજીની હત્યા કોણે કરી ?
નથ્થુરામ ગોડસેએ

4. 'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?
જવાહરલાલ નેહરુએ

5. ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?
ઇ.સ. 1947માં

6. જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા ?
હરિસિંહ

7. કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ?
જૂનાગઢ રાજ્યના

8. સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?
ત્રાવણકોર રાજ્યને

9. દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?
વી.પી. મેનન

10. બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?
ડૉ.બાબાસાહેબ આંબેડકરને

11. ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?
30 જાન્યુઆરી, 1948ના રોજ

12. પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?
ઇ.સ. 1948માં

13. બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?
166

14. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

15. બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?

16. દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?
સરદાર પટેલે

17. ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?
માર્ચ, 1947માં

18. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

19. મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?
લાહોર અધિવેશનમાં

20. ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?
-562

No comments:

Post a Comment