Tuesday 30 June 2015

અવકાશયાત્રીઓના સ્પેસશ્યૂટની ખૂબીઓ

~ અવકાશયાત્રીઓ અવકાશમાં સફર કરે ત્યારે અવકાશના વિષમ તાપમાન અને હવા વિનાના વાતાવરણનો સામનો કરવો પડે આ સ્થિતિમાં તેમને ખાસ પ્રકારનો પોષાક પહેરવો પડે છે. તેને સ્પેસસૂટ કહે છે. આ સ્પેસ સૂટમાં અનેક ખૂબીઓ હોય છે.

~ ખાલી સ્પેસસૂટનું વજન લગભગ ૧૨૭ કિલોગ્રામ હોય છે. પરંતુ અવકાશમાં તેનું વજન લાગતું નથી.

~ સ્પેસસૂટ પહેરતાં અવકાશયાત્રીઓને ૪૫ મિનિટ જેટલો સમય લાગે છે.

~સ્પેસસૂટની અંદર હવાનું દબાણ શરીરને અનૂકુળ કરેલું હોય છે. અવકાશયાત્રીને તેમાંથી બહાર નિકળતાં પહેલાં એક કલાક રાહ જોવી પડે છે.

~ સ્પેસસૂટ ગરમીનું પરાવર્તન કરે તેવા તેજસ્વી સફેદ હોય છે.

~દરેક સ્પેસસૂટ અવકાશયાત્રીના શારીરિક માપ લઇને અલગ અલગ બનાવેલા હોય છે.

~ સ્પેસસૂટ ઓર્થો-ફેબ્રિક, એલ્યુમિનિયમ માયલર, નીયોપ્રિનાયલોન, ડેક્રોન, યુરેથિન નાયલોન, ટ્રાઇકોટ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને બને છે.

~સ્પેસસૂટમાં હાથમોજાં પણ વિશિષ્ટ હોય છે. તેની આંગળીના ટેરવાંને ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડી મળી રહે તેવા સેન્સરોથી સજ્જ હોય છે.

~ હાથમોજાંના ટેરવા સિલિકોનના બનેલા હોય છે. અવકાશયાત્રી સ્પર્શનો અનુભવ કરે છે.

~ સ્પેસસૂટની હેલમેટમાં ઓક્સિજન ભરી રાખેલો હોય છે.

~ ચંદ્રયાત્રા દરમિયાન ચંદ્રની સપાટી પર ઉતરવા માટેના સ્પેસસૂટમાં પીઠ પાછળ હવા ભરેલી બેગ પણ હતી.

~  સ્પેસ વોક દરમિયાન પહેરવાના સ્પેસસૂટ સાથે ૨૪ જેટલી રોકેટ મોટર જોડેલી હોય છે. જેના દ્વારા અવકાશયાત્રી અવકાશમાં આજુબાજુ ફરી શકે છે.

~ આધુનિક સ્પેસસૂટ કેસરી તેજસ્વી રંગના બનેલા હોય છે

No comments:

Post a Comment