Saturday 13 June 2015

ગુજરાત ઇતિહાસ


કાંકરીયા તળાવ અને નગીના વાડી કોણે બંધાવ્યા હતા ? – કુતબુદ્દીન
અહમદશાહકુતુબુદ્દીન કોનો પુત્ર હતો ? – અહમદ શાહનો
આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો કોણે બંધાવ્‍યાં હતા ? -  વસ્‍તુપાળ અને તેજપાળ
કુંભારિયાના જૈન મંદિરો કોને બંધાવ્યા હતા ? – વિમલમંત્રી
કેટલાક ઇતિહાસકારો સોલંકીઓનો સંબંધ કોની સાથે જોડે છે ? – ચાલુક્યો સાથે
કોના સમયમાં સિંધના હાકેમ હિશામે વલભી પર હુમલો કર્યો ? – શીલાદિત્‍ય સાતમાના
ક્યા ઇતિહાસકારે સલ્તનતયુગીન અમદાવાદને દુનિયાનું બજાર કહીને બિરદાવ્યું છે ? – અબુલ ફઝલ
ક્યા બે ગઢ જીતવાથી મહમૂદશાહ બેગડો કહેવાયો ?? – ગિરનાર અને ચાંપાનેર
ક્યા મુઘલ બાદશાહે ગુજરાત પ્રવાસની યાદમાં નક્ષત્રના ચિહ્નવાળા નક્ષત્રસિક્કા પડાવ્યા હતા ? જહાંગીર
ક્યા મુઘલ બાદશાહે થોડા સમય માટે રાજા વિક્રમાજિત નામે હિન્દુની ગુજરાતના સૂબા તરીકે નિમણૂક કરી હતી ? – જહાંગીર
ક્યા વાઘેલા રાજાના સમયમાં ગુજરાત દિલ્લી સલ્તનતનું ખંડીયું રાજ્ય બની ગયું ? – કર્ણદેવ બીજો
ગિરનાર પર્વત પર એકજ શિલા ઉપર ત્રણ રાજઓના લેખો જોવા મળે છે તે ક્યા ક્યા રાજાઓ ? – સ્કંદગુપ્ત, મહાક્ષત્રય રૂદ્રદામન અને અશોક
ગિરનાર પર્વતનું પ્રૌરાણિક નામ શું છે ? – રૈવતક
ગિરનારના શિલાલેખ (બ્રાહ્મી લિપિ)નું સૌપ્રથમ વાંચન કોણે ર્ક્યું હતું ? – જેમ્સ પ્રિન્સેપ
ગુજરાતના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી ગુજરાતી ભાષામાં મેળવવામાં ક્યા વિદ્વાનનો ગ્રંથો સૌથી વધુ ઉપયોગી બન્યા છે ? – રત્નમણિરાવ ભીમરાવ જોટેના
ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના અશોક તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ? – સિદ્ધરાજ જયસિંહ
ગુજરાતના ઇતિહાસમાં પંચાસર( રાધનપુર પાસે ) શામાટે જાણીતું છે ? -  જ્યશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજય સ્થાપ્યું હતું
ગુજરાતના ઇતિહાસમાં વલ્લભમેવાડા શા માટે જાહીતા છે ? – ગરબા પ્રાયોજ અને ગરબા ગાયક તરીકે
ગુજરાતના ઇતિહાસમાં વસ્તુપાળ-તેજપાળ નામે મંત્રીઓ સૌથી વધુ શા માટે જાણીતા છે ? – આબુ-દેલવાડાના મંદિરો માટે
ગુજરાતના ક્યા સુલતાને દક્ષિણ ભારતમાં આવેલા અહમદનગરને જીતી લીધું હતું ? – મુઝફરશાહ બીજો
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યા યુગથી થઇ ? – મૌર્ય યુગ
અડાલજની સુપ્રસિદ્ધ વાવા કોણે બંધાવી હતી – રૂડા દેવીએ
અણહિલપુર પાટણ કોને વસાવ્યું હતું ? – વનરાજ ચાવડાએ
અમદાવાદની સુપ્રસિદ્ધ સિપ્રિની મસ્જિદ (મસ્જિદે નગીના) કોણે બંધાવી હતા – રાણી અસનીએ
અમદાવાદની સ્થાપનમાં ક્યા સંતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો ? – શેખ અહમત ખટ્ટ (ગંજબક્ષ)
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંક શાળ કોણે શરૂકરી હતી ? – અહમદશાહ પહેલાએ
અમદાવાદમાં બીબી જીક્રી મસ્જિદ ક્યા આવેલી છે ? – ગોમતી પુર અમદાવા
અમદાવાદમાં રૂપમતીની મસ્જિદ ક્યા આવેલી છે ? – મિરજાપુર ચોકી પાસે
અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી મસ્જિદ ક્યા નામે ઓળખાય છે ? – સીદી સઇદની મસ્જિદ
અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદ ક્યા આવેલી છે – રેલવે સ્ટેશન નજીક અમદાવાદ
અલાઉદ્દીન ખીલજી ગુજરાતમાં ક્યારે આવ્‍યો.? -  ઇ.સ. ૧૨૯૮માં
અહમદ શાહ ક્યારે મરણ પામ્‍યો ? -  ઈ. સ. 1442 માં
અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં ક્યાનામે તરીકે પ્રસિદ્ધ થયો ? -  મહંમદ બેગડા
અહમદાબાદ (અમદાવાદ) શહેર કોને વસાવ્યું હતું ? – અહમદશાહ પહેલો
અહમૂદ બેગડાના સમયમાં પાવાગઢની તલેટીમાં કોનું રાજ હતું ? – પતઇ રાજા (રાજા જ્યસિંહ)
ઇ.સ 1902માં અમદાવાદમાં પહેલી વખત કૉંગ્રેસનું અધિવેશન ભરાયું એના અધ્યક્ષ કોણ હતા ? – સુરેન્દ્રનાથ બેનરજી
ઇ.સ 1948માં ગુજરાતનો ક્યો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ? – કચ્છ
ઇ.સ. 1907માં સુરતમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનના પ્રમુખ કોણ હતા ? – રાસબિહારી ઘોષ
ઇસ્લામના પિરાણા પંથનું મુખ્ય મથક પિરાણા (જૂનું નામ ગીરમથા) ક્યાં આવેલું છે ? – અમદાવાદ નજીક દસક્રોઇ તાલુકામાં
ઈ. સ. 1297 માં કરણ ઘેલાનો પરાજ્ય કોના હાથે થયો ? દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીના
કઇ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટપ્રદેશ કહેવાય છે ? – મહી-રેવા (ભરૂચ)
કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ક્યા નામે ઓળખાયો ? -  ‘કરણ ઘેલો‘
કર્ણદેવ સોલંકીએ ક્યા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામે નગર વસાવ્યું ? – આશાપલ્લી (આસાવલ)
કર્ણદેવના પુત્ર કોણ હતો ? – સિદ્ધરાજ જયસિંહદેવ
કર્ણદેવે  કોની સાથે લગ્‍ન કર્યાં હતા ? – મીનળદેવી સાથે
કર્ણાવતી (અમદાવાદ) નગરીની સ્થાપના કોણે કરી હતી ? – કર્ણદેવ
કાંકરિયા તળાવનું ઐતિહાસિક નામ શું છે ? – હોજ-ઇ-કુત્બ

ગુજરાતના પૌરાણિક ઇતિહાસનિ આરંભ કોના સમયથી થાય છે ? – શર્યાતિ
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ જાણીતું છે ? – ડૉ. હસમુખ સાંકળિયા
ગુજરાતના સુલતાનોના સમયમાં ક્યું બંદર પોર્ટુગીઝોએ જીતી લીંધુ ? – દીવ
ગુજરાતનું પૌરાણિક નામ શું છે ? – આનર્ત
ગુજરાતનો ક્યો પ્રદેશ સારસ્વત-મંડલ તરીકે જાણીતો હતો ? – મહેસાણા-બનાસકાંઠા જિલ્લાનો ત્રાદેશ
ગુજરાતનો ક્યો સુલતાન મુઘલ બાદશાહ હૂમાયુનો મુખ્ય હરીફ હતો ? -  બહાદૂરશાહ
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ કોણ હતો ? -  બહાદુર શાહ
ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન કોણ બન્‍યો.? -  ઝફરખાન મુઝફ્ફરે
ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો ? – અઝીઝ કોકા
ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટ કર્તા કોણ ? – અલપખાન
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ – તાતારખાન(મુહમ્મદ શાહ)
ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ ક્યાંરથી શરુ થાય છે ? – વલભીપુરથી
ગુજરાતમાં ઇલાહી સંવત કોણે બંધ કરાવી હતી ? – શાહજહાંએ
ગુજરાતમાં કેટલાક પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે ઇસ્લામના પિરાણા પંથના સ્થાપક કોણ હતા ? – ઇમામશાહ
ગુજરાતમાં કોના પરાજ્યથી હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો ? – રાજા કર્ણદેવના પરાજ્યથી અહમદ શાહે સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો ક્યારે નાખ્‍યો ? -  ઈ. સ. 1411 માં
ગુજરાતમાં ક્યા શહેરને મુઘલ યુગમાં મુસલમાનો તીર્થધામના દરવાજા તરીકે ઓળખતા ? – અમદાવાદ
ગુજરાતમાં ક્યા સમયમાં સત્યાશિયો દુકાળ પડ્યો હતો ? – ઇ.સ. 1630 – 32 માં
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક કોણ હતા ? – અરવિંદ ઘોષ
ગુજરાતમાં પ્રાગઐતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા? – શ્રી રોબર્ટ બ્રુસફૂટ
ગુજરાતમાં મરાઠાઓની કાયની સતા ક્યા શહેરમાં રહી હતી ? – વડોદરા
ગુજરાતમાં મહાગુજરાતની લડતના જનક કોણ હતા ? – ઇન્દુલાલ યાજ્ઞનિક
ગુજરાતમાં મુસ્‍લિમોનું શાસન કેટલા વર્ષ રહ્યું ? – લગભગ ૪૦૦ વર્ષ સુધી
ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાનીનું નગર ક્યું હતું ? – ખોટક
ગુજરાતમાં વ્યાયમ પ્રવૃતીના જનક તરીકે ક્યા બે મહાનુંભાવ જાણીતા છે ? – છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણી
ગુજરાતમાં સુરત ખાતે ઇ.સ. ૧૮૪૪માં માનવધર્મ સભા નામે સંસ્થાની સ્થાપના થઇ તેના સ્થાપક કોણ હતા ? – દુર્ગારામ મહેતા
ગુજરાતમાં સૌપ્રથમ વખતતોપનો ઉપયોગ ક્યા સુલતાને ર્ક્યો હતો ? – અહમદશાહ પહેલાએ

7 comments:

  1. camtasia studio khokharpc Thanks for this post, I really found this very helpful. And blog about best time to post on cuber law is very useful.

    ReplyDelete
  2. mcafee antivirus farooqpc Thanks for sharing such great information, I highly appreciate your hard-working skills which are quite beneficial for me.

    ReplyDelete
  3. nordvpn-crack-full-versionis pricing quite reasonably. Even when you're on a budget, then it is easily affordable. Certainly, NordVPN now offers the very best value available on the current marketplace, particularly if you're searching for lasting support using premium features.
    new crack

    ReplyDelete
  4. Thanks for the post. Very interesting post. This is my first-time visit here. I found so many interesting stuff in your blog. Keep posting.. idmcracksetup.com

    ReplyDelete