અમીરોની સાથે થયેલી સંધિના પરિપાકરૂપે તેણે(અહમદશાહે)રાજ્યમાં વાંટા પદ્ધતિ દાખલ કરી. ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં હિંદુ જમીનદારોની જમીન જપ્ત કરવામાં આવી હતી. આના પરિણામે રાજ્યમાં ચારેબાજુ લૂંટફાટ અને ત્રાસ પ્રવર્તતો હતો. આથી વાંટા પદ્ધતિ દાખલ કરી. તે મુજબ જમીનના ચાર ભાગ પાડવામાં આવતા. તેમાં ત્રણ ભાગ સુલતાનના અને એક ભાગ જમીનદારનો હતો, જે વાંટાના નામે ઓળખાતો.
વાંટાની જમીનના બદલામાં જમીનદારે રાજ્યને નિશ્ચિત સ્વરૂપમાં મહેસૂલ ભરવું પડતું. કેટલીકવાર આના પરિણામે જમીનદારને જરૂર પડ્યે યુદ્ધમાં ફરજ બજાવવી પડતી અથવા ગામના રક્ષણનો ભાર ઉપાડવો પડતો.
આ પ્રથા 1545 સુધી ચાલુ રહી. મહમૂદ ત્રીજાના સમયમાં તે બંધ થઈ.
1587 માં મુઘલ બાદશાહ અકબરે તે ફરીથી શરૂ કરી. આ પ્રથા ભારત આઝાદ બન્યું તે પછી પણ કેટલોક સમય ગુજરાતમાં અસ્તિત્વમાં હતી.
No comments:
Post a Comment