- ઇ. સ. ૧૮૯૫માં બાલ ગંગાધર તિલકે મૂળભૂત અધિકારોની માંગ કરી હતી.
- સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના ઇ. સ.૧૯૫૫ માં થઇ હતી.
- ભારતીય બંધારણમાં અનુચ્છેદ -૩૩૮ અંતર્ગત અનુસૂચિત જતી માટે એક રાષ્ટ્રીય પંચની જોગવાઈ થયેલ છે.
- ભારતીય બંધારણનો ૧૦૦ મો સુધારા વિધેયક ભારત બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ સીમા સમજૂતી(LBA-લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ) સાથે સંબધિત છે.
- મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને આધારે શરુ થયેલ લોક અદાલતની શરૂઆત ૧૪ માર્ચ,૧૯૮૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતે થઈ હતી.
- રાજયમાં રાજ્યપાલ પદની જોગવાઈ અનુચ્છેદ -૧૫૩ માં છે.
- જાહેર હિસાબ સમિતિમાં ૧૯૬૭ થી વિરોધપક્ષના કોઈ પણ સભ્યને તેનો અધ્યક્ષ બનાવવામાં આવે છે.
- રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ૨૨ માર્ચ ૧૯૫૭ ના રોજ થયો હતો.
- મુસદ્દા સમિતિની રચના ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ના રોજ થઇ હતી.
- ભારતીય બંધારણ વિશ્વના ૬૦ જેટલા દેશોના બંધારણ પરથી બનાવાયું હોવાથી તેને 'બેગ ઓફ બોરોઇન્ગ્સ' પણ કહેવાય છે.
Monday, 27 June 2016
સામાન્ય જ્ઞાન(બંઘારણ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment