Tuesday, 21 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
-પુરુસોત્તમદાસ ત્રિકમદાસ

મહાગુજરાત જનતા પરિષદની ચૂંટણીમાં અનામત ઉમેદવાર માટેનું પ્રતીક શું હતું?
-સિંહ

ગુજરાતનું સૌપ્રથમ રાજભવન ક્યાં હતું?
-અમદાવાદના શાહીબાગના બંગલામાં

ગુજરાતમાં સૌથી છેલ્લે ક્યાં મુખ્યમંત્રીના સમયમાં અને ક્યાં વર્ષે રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું?
-સુરેશ મહેતા (સપ્ટેમ્બર ૧૯૯૬)

ક્યાં મુખ્યમંત્રીના સમયમાં માધ્યમિક શિક્ષણ(૧૯૭૧)મફત જાહેર થયું?
-હિતેન્દ્ર દેસાઈ

'નયા ગુજરાત' સ્વપ્ન ક્યાં મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે?
-ચીમનભાઈ પટેલ

નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો?
-પુરુસોત્તમ માવળંકર

કોયલી રિફાઇનરીનું કામ ક્યાં મુખ્યમંત્રીના શાસનમાં શરુ થયું ?
-ડૉ. જીવરાજ મહેતા

ક્યાં મુખ્યમંત્રીના સમયગાળામાં કન્યાઓને યુનિવર્સિટી સુધી મફત શિક્ષણની યોજના દાખલ થઇ?
-માધવસિંહ સોલંકી

ક્યાં મુખ્યમંત્રીના શાસનમાં ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઇ?
-ઘનશ્યામભાઈ ઓઝા

★શૈલ પરમાર★

No comments:

Post a Comment