★વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (1863 – 1939) પ્રજાવત્સલ, દૂરદર્શી અને બાહોશ શાસક હતા અને માત્ર બાર વર્ષની ઉંમરે ગાદીએ આવનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ સુધી વડોદરા રાજ્યનું શાસન સંભાળ્યું હતું.
★ફ્રાંસની રાજધાની પેરિસમાં સત્તરમી સદીમાં વિશ્વની પ્રથમ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા (Public transport system) અમલમાં આવી હતી.
★અમેરિકાના રાઈટ ભાઈઓ ( વિલ્બર રાઈટ, ઓરવિલે રાઈટ – રાઈટ બ્રધર્સ, યુ એસ એ) એ 17 ડિસે.1903માં વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાના કિટી હોક ટાઉનમાં રાઈટ ભાઈઓએ દુનિયાનું પ્રથમ વિમાન – એરોપ્લેન ઉડાડ્યું હતું. જેને વિમાનને “રાઈટ ફ્લાયર” (ફ્લાયર-1 કે કિટી હોક) કહે છે.
★વ્હાઇટ હાઉસ (The White House, Washington D.C., USA ) અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પોટોમેક નદીને કાંઠે વસેલા વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે.
★પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશ્વની ‘મહાસત્તા’ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના 44મા પ્રમુખ તરીકે ચુંટાયેલા છે.
★ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે.
★1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ હતી.દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયાનો ચહેરો અંકિત હતો.
★ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી હતી.
★કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919) ( “ગોવાલણી” -પ્રથમ ટૂંકી વાર્તા)ને ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. જો કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી.
★ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિથી રશિયા માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો.
No comments:
Post a Comment