Sunday, 5 June 2016

જરીફ ખરડો વિસ્તૃત અહેવાલ

◆શૈલ પરમાર◆

★જરીફ ખરડો એટલે માપણીની તપસીલવાળી નોંધપોથી;
★માપેલી જમીનનું પત્રક;

★જેમાં માપણી લખેલી હોય તે ચોપડો.

●જમીન સર્વેનુ એક આગવુ મહત્વ છે.જેના આધારે સરકાર વીઘોટી(મહેસુલ)ઉધરાવતી હોય છે.

●જમીનનાં આધારે ખેડૂત પાસેથી મહેસુલ ઉધરાવવામાં આવે છે.

●રાજાશાહીનાં સમયથી ખેડૂતો પાસેથી મહેસુલ ઉધરાવવામાં આવતો હતો.જેને વિઘોટી પણ કહેવામાં આવતી હતી.તેમજ આકારણી પણ કહે છે.

◆શૈલ પરમાર◆

●રાજાશાહિનાં સમયમાં કોની પાસે કેટલી જમીન છે,તેનુ કોઇ જ રેકર્ડ જ ન હતુ.જેના કારણે વધુ જમીન હોય તેની પાસેથી અને ઓછી જમીન વાળા પાસે થી પણ એક સરખીજ વિઘોટી લેવાતી હતી.

●દેશમાં અકબરનુ શાસન આવ્યા બાદ પ્રથમ વખત આ પ્રકારની જમીનની માપણી કરવામાં આવી હતી.

●વિઘા મુજબ મહેસુલ(કર)લેવાનુ શરૂ કર્યુ હતુ. તેમા પણ અકબરનાં નવ રત્ન પૈકી રાજા ટોડરમલનાં જમીન માપણીનાં સિંધ્ધાતો આજે પણ માન્ય છે અને તેના આધારે જમીન માપણી કરવામાં આવે છે. બાદ દેશમાં અંગ્રેજોનુ રાજ આવ્યુ અને અંગ્રેજોએ 1879ની આસપાસ જમીન માપણીની કામગીરી શરૂ હતી.

●વર્તમાન સમય હાલ રાજય સરકારે ફરી રી-સર્વે શરૂ કર્યો છે.જેમાં અત્યંત આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

●રી-સર્વે બાદ તૈયાર થનાર રેકર્ડ આધુનિક રહશે. તેમજ 10 એપ્રિલને રાષ્ટ્રીય સર્વે દિન તરીકે ઉજવવામાં આવે છે.

◆શૈલ પરમાર◆

1 comment: