Friday, 10 June 2016

સામાન્ય જ્ઞાન


◆શૈલ પરમાર◆
★મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. 

★વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો.

★1856 માં વિધવા વિવાહનો કાયદો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ડેલહાઉસી દ્વારા બનાવવામાં આવેલ.
★  ઇ. સ.૧૯૧૪ માં વડોદરરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે અખિલ ભારતીય સંગીત સંમેલન યોજ્યું હતું.
★વઢવાણ શહેર પહેલા વર્ધમાનપુરીથી ઓળખાતું હતું.જે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના મૂળ નામ વર્ધમાન પરથી પડ્યું હતું.

★ગાંધીજીના અવસાન પ્રસંગે આકાશવાણી પરથી 'વૈષ્ણવજન' ગીત કરુણસભર રજુ કરનાર ઉસ્તાદ ફૈયાઝહુસેનખા હતા.

★પિરાજી સાગરા ૨૦૦૭ માં કેન્દ્ર સરકાર તરફથી લલિતકલા એકેડમી એવોર્ડ મેળવનાર એકમાત્ર ગુજરાતી હતા.

★BISAG(ભાસ્કરાચાર્ય ઇન્સટટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જિયોઇન્ફોર્મેટિક્સ)ની સ્થાપના ૧૯૯૭ માં ગાંધીનગર ખાતે થઇ હતી.

★૨૫ મે ૧૯૧૫ ના રોજ ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી.

★સાયન્સ સીટી અમદાવાદ ખાતે આવેલ 3D આઇમેક્ષ થિયેટર સમગ્ર ભારતમાં સૌપ્રથમ નિર્માણ પામ્યું હતું.

◆શૈલ પરમાર◆

No comments:

Post a Comment