★બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતના જ નહીં પણ એશિયાના પહેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે કોણ ચૂંટાઈ આવેલું હતું?
-દાદાભાઈ નવરોજી
★દાદાભાઈ નવરોજીને ચૂંટણી લડવા કોનેચૂંટણી ફંડમાં એક હજાર પાઉન્ડની લ રકમ આપી?
-મહારાજા સયાજીરાવ
★ઉત્તરાખંડ રાજ્ય ઉત્તર ભારતમાં હિમાલયની કઈ તળેટીમાં આવેલું છે?
-કુમાંઉ હિમાલયની તળેટી
★અમેરિકાએ જાપાનના ઔદ્યોગિક શહેરો હીરોશીમા અને નાગાસાકી પર એટમ બોંબ ફેંક્યા બાદ કઈ તારીખના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી?
-15 ઑગસ્ટ 1945
★ 2 સપ્ટેમ્બર 1945ના રોજ જાપાને શરણાગતિના દસ્તાવેજ પર સહી કરતાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.
★પરમાણુ ઊર્જા કે ન્યુક્લિયર એનર્જીના પાયામાં નોબેલ પ્રાઈઝ વિજેતા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું સમીકરણ ક્યુ છે?
- E = mc2
★દરેક સજીવનો સૌથી નાનો બંધારણીય અને ક્રિયાશીલ જૈવિક એકમ કયો કહેવાય છે?
-કોષ
★ડીએનએ એટલે-
– ડિઓક્સિ રિબોન્યુક્લિઈક એસિડ (DNA – Deoxyribonucleic Acid)
★આરએનએ એટલે–
-રિબોન્યુક્લિઈક એસિડ (RNA – Ribonucleic Acid)
★સજીવનાં સમગ્ર ડીએનએ તથા તમામ જીન્સને સામુહિક રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે?
-જીનોમ
★કેવેન્ડિશ લેબોરેટરી ક્યાં આવેલી છે?
-કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુનાઈટેડ કિંગ્ડમ)
★ક્યાં દેશના રાજાને પુરાતત્ત્વમાં રસ લેનાર પ્રથમ રાજ્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે?
-બેબિલોનના રાજા નેબુશેડ્નેઝર-Nebuchadnezzar
No comments:
Post a Comment