Sunday, 19 June 2016

સામાન્ય જ્ઞાન (શિક્ષણ)

★શૈલ પરમાર★

૧.૧૯૬૨ માં સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન (SIE) નામે અમદાવાદમાં સંસ્થા શરુ થઇ હતી,જે ૧૯૮૮ માં (SIE)નું GCERT નામ કરાયું અને ૧૯૯૭ માં આ સંસ્થા અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી.

૨.GCERTનું મુખ્ય ધ્યેય મંત્ર 'તેજસ્વિનાવધીતમસ્તુ' છે.

૩.ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૨૨માં  આશ્રમશાળા પંચમહાલના મીરાખેડીમાં સ્થાપવામાં આવી હતી તેનું સંચાલન ઠક્કરબાપા સંભાળતા હતા.

૪.ADEPTS નું ફુલ ફોર્મ
-Advancement of educational performance teachers support.
શૈલ
૫.પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા રમતોત્સવનો કાર્યક્રમ ક્યાં વર્ષથી અમલી બન્યો?
-૨૦૦૨/૦૩

૬.BISAGનું વેબ પોર્ટલ શું છે?
-www.bisag.gujarat.gov.in

૭.કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે ખાસ રજા સ્ત્રી કર્મચારીને કેટલી મળવાપાત્ર છે?
-૧૪ દિવસ

૮.શૈક્ષણિક વર્ષ દરમ્યાન ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં કામકાજના કેટલા-કેટલા દિવસો હોય છે?
-૨૦૦/૨૨૦

૯.પ્રવેશોત્સવની ઉજવણી માટે શાળા દીઠ કેટલું અનુદાન અપાય છે?
-૱.૫૦૦

૧૦.ક્યા ઠરાવ અંતર્ગત શાળામાં મોબાઈલ વાપરવા પ્રતિબંધ છે?
-૨૮/૭/૨૦૧૦

◆શૈલ પરમાર◆

No comments:

Post a Comment