★શૈલ પરમાર★
◆અલાઉદ્દીન ખલજીએ પોતાના સાળા મલેક સંજરને “અલ્પખાન”નો ખિતાબ આપી ગુજરાતના નાઝીમ(સુબા) તરીકે મોકલ્યો હતો.
◆અમદાવાદનો પાયો નાંખનારા ચાર અહમદો(જેમણે પાંચ નમાઝ કદી પાડી ના હોય તેવા – 1. ગંજબક્ષ, 2. અહમદશાહ, 3. કાજી અહમદ, 4. મલેક અહમદ)હતા.
◆સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ ઉર્ફે અહમદશાહ બીજાએ 1451 માં “હોજે કુતુબ” નામનું એક સરોવર બંધાવ્યું હતુ, જે આજે “કાંકરિયા તળાવ” ના નામે ઓળખાય છે. તેની મધ્યમાં ‘બાગે નગીના’નું નિર્માણ કરાવેલું, જે ‘નગીનાવાડી’ ના નામે ઓળખાય છે.
★શૈલ પરમાર★
◆ચાંપાનેરમાં જયસિંહ રાવળ , જે ઈતિહાસમાં પતાઈ રાવળ તરીકે ઓળખાય છે.
◆અમદાવાદમાં મલિક અલીમના નામ પરથી અલીમપુર, મલિક કાલુના નામ પરથી કાલુપુર, મલિક ઈસનના નામ પરથી ઈસનપુર, તાજખાન સલારના નામ પરથી તાજપુર, અમીર રામારાયાના નામ પરથી રાયપુર અને રાયખડ, દરિયાખાનના નામ પરથી દરિયાપુર, મલિક સારંગના નામ પરથી સારંગપુર વગેરે વિસ્તારો બાદશાહ મહમૂદ બેગડાના સમયમાં વસાવ્યા હતા.
◆સુરતમાં મલિક ગોપીના નામ પરથી ગોપી તળાવ (1510) ઓળખાય છે. મલિક ગોપીએ સુરત બંદરને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
◆સંગીતકાર બૈજનાથનું મૂળ નામ મંજુ હતું. તે બહાદુરશાહના દરબારનો પ્રસિદ્ધ ગવૈયો હતો. સામાન્ય જનતામાં તે બૈજુ બાવરાના નામે ઓળખાય છે.
★શૈલ પરમાર★
No comments:
Post a Comment