Tuesday 7 June 2016

સામાન્ય જ્ઞાન

◆ઝુબેદા ભારતની પ્રથમ બોલતી ફિલ્મ “આલમઆરા”ની હીરોઈન હતી.

◆ઈન્દુલાલ યાજ્ઞિકની બનાવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ “પાવાગઢનો પ્રલય” મુંબઈના ઈમ્પિરિયલ સિનેમામાં બે અઠવાડિયાં ચાલેલી જે પ્રશંસાપાત્ર ગણાય.

◆ઈન્દુલાલ યાજ્ઞિકે શારદા સ્ટુડિયોની સહાયથી “યંગ ઈંડિયા” ફિલ્મ શરૂ કરી હતી,તે સમયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઝુબેદા તથા સુલોચના સર્વોચ્ચ અભિનેત્રીઓ હતી.

◆ઈન્દુલાલ યાજ્ઞિકે બે સામાયિકો “યંગ ઈંડીયા” તથા “નવજીવન” શરૂ કર્યાં હતા જે પાછળથી તે ગાંધીજીને સોંપ્યાં હતા.

◆દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે. તેમની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર) “રાજા હરિશ્ચંદ્ર”. 1913માં મુંબઈમાં આ ચલચિત્ર રજૂ થયું હતું.

◆કવિ દલપતરામનું સમાજના દંભ અને મોટાઈના પ્રદર્શન જેવાં દૂષણો પર ચાબખા મારતું તેમનું નાટક “મિથ્યાભિમાન” લોકપ્રિય થયેલું છે.

◆દલપતરામ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’(ગુજરાત વિદ્યાસભા)ના પ્રથમ મંત્રી હતા. તથા સોસાયટીના મુખપત્ર “બુદ્ધિપ્રકાશ”ના પ્રથમ તંત્રી પણ હતા.

◆ફાર્બસ સાહેબનો દેહવિલય થયો ત્યારે દલપતરામે તેમને શ્રદ્ધાંજલિરૂપે “ફાર્બસવિરહ”ની રચના કરી હતી.

◆નરસિંહરાવ દિવેટિયાના પિતાશ્રી ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં મહીપતરામ નીલકંઠ આદિના સહયોગથી અમદાવાદમાં “પ્રાર્થનાસમાજ”ની સ્થાપના કરી હતી.

◆મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ અને 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

◆ઓક્ટોબર 28, 1881 સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો.

◆સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ【કમાટી બાગ】 પ્રજાને અર્પણ કર્યો.

◆ફિલ્મ “જવાનીકી હવા”ના સંગીતકાર ભારતીય ફિલ્મોના પ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતી દેવી હતા. ગીતકાર હતા ધનસુખલાલ મહેતા.

No comments:

Post a Comment