Tuesday 7 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ-9723139600@

◆અકબરે સૌપ્રથમ પોતાના વિશ્વાસુ સરદાર મીરઝા અઝીઝ કોકાને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો.

◆જહાંગીરે સૌપ્રથમ કોકાના સ્થાને કુલીજખાન નામના સરદારને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો.

◆જહાંગીરને ગાદીએ લાવવામાં શેખ ફરીદ નામના સરદારે મદદ કરેલી. આથી તેની કદરરૂપે તેને ‘મુર્તઝાખાન’નો ખિતાબ આપી ગુજરાતનું સૂબાપદ સોંપ્યું. અમદાવાદમાં તેણે ત્રણ દરવાજા, બુખારી મહોલ્લો, કડીમાં કિલ્લો(1609), ભરૂચમાં મસ્જિદ(1609) બંધાવેલ છે.

◆બોંતેર કોઠાની વાવ મહેસાણામાં આવેલી છે.

◆૧૯૩૫ માં વડોદરા રાજ્ય તરફથી મહેસાણા માં સૌપ્રથમ પાતાળકૂવો કરવામાં આવ્યો હતો.

◆'ચીકલોદર' અને 'ગુરનો ભાખરો' ડુંગર બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે.

◆જામનગર માં  પીતળ ઉધોગ ના બહોળા વિકાસ ને કારણે જામનગર વિશ્વમાં “બ્રાસસીટી” ની આગવી  ઓળખ ધરાવે છે.

◆રણમલ તળાવ ના કાઠે આવેલું  બાલા હનુમાન નું મંદિર ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી ચાલતી નિરંતર રામધૂન ના કારણે “  ગીનીસ બૂક ઓફ વર્લ્ડ ” માં નામ ધરાવે છે.

◆૧૯૧૮ માં અછતગ્રસ્ત ખેડા જિલ્લાનાં ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતાં જમીન મહેસૂલની વિરૂધ્ધમાં ‘‘નાકર‘‘ લડતનું સફળ સંચાલન  સરદાર વલ્લભભાઈએ કર્યુ હતું.

◆મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો.

@શૈલ-9723139600@

No comments:

Post a Comment