Friday, 1 July 2016

સામાન્ય જ્ઞાન (શૈક્ષણિક મનોવિજ્ઞાન)

★શૈલ પરમાર★

૧.   શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું?
      -ઇવાન પેટ્રોવીચ પાવલોવ

૨.   સ્કીનરે કારક અભિસંધાન સિદ્ધાંત માટે શેના પર પ્રયોગો કર્યા હતા?
      -ઉંદર અને કબુતર

૩.   પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંત માટે થોર્નડાઈકે કયા પરની પર ભૂખનો પ્રયોગ કર્યો હતો?
     -બિલાડી

૪.   કારક અભીસંધાનમાં સ્કીનરે કઈ વસ્તુ પર ભાર મુક્યો છે?
      -પ્રતિચાર

@શૈલ પરમાર@

૫.   પુનરાવર્તનનો નિયમ કયા મનોવૈજ્ઞાનિકે પ્રતિપાદિત કર્યો હતો?
      -થોર્નડાઇક

૬.   કૃત્રિમ ઉદીપકની હાજરીથી મળતા પ્રતિચારને કેવો પ્રતિચાર કહે છે?
      -અભિસંધિત પ્રતિચાર

૭.   કારક અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનીકનું નામ જણાવો.
      -બી.એફ.સ્કીનર

૮.   શૈક્ષણીક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે ?
      -હર્બટ સ્પેન્સર

૯.   જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય છે તેને શું કહેયાય?
      -ઉદ્દીપક

૧૦.   ભારતીય કેળવણી વિષયક કોઠારી પંચ કઈ સાલમાં કાર્યરત હતું?
        -૧૯૬૪-૬૬

@શૈલ પરમાર@

No comments:

Post a Comment