Tuesday, 12 July 2016

સામાન્ય જ્ઞાન

શૈલ પરમાર

૧.   રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે.

૨.   ઓસમ ડુંગર ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી “માખણિયા પર્વત” તરીકે પણ જાણીતો છે.

૩.   ૧૮૮૫ માં મુંબઇ માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનુ પ્રથમ અધિવેશન  ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાંના મકાનમાં મળ્યુ હતુ.

૪.   ક્રીપ્સ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. તેમના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા.

૫.   લેહમાં કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાનમથક છે.

શૈલ પરમાર

૬.   દળને પદાર્થ વિજ્ઞાન મા 'm' વડે દર્શાવાય છે.

૭.   ઈથેન એક રાસાયણીક સૂત્ર C2H6 છે.

૮.   રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી હતી.

૯.   દિવ્ય ભાસ્કર ગુજરાતી વર્તમાનપત્ર ૨૦૦૩થી ગુજરાતી સમાચારપત્રોની સૂચીમાં ઉમેરાયું છે.

૧૦.  'જયભિખ્ખુ' પુરસ્કાર માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ કરવા બદલ લેખક શ્રી  ભીખાલાલ( બાલાભાઈ) વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ)ના સન્માનમાં આપવામાં આવે છે. હુલામણું નામ વીર કુમાર, ભિક્ષુ સાયલાકર  અને ત્યારબાદ પત્નીના નામમાંથી 'જય' અને પોતાના નામમાંથી 'ભિખ્ખુ' લઈને તખલ્લુસ રાખ્યું જયભિખ્ખુ.

શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦

No comments:

Post a Comment