Sunday, 31 July 2016

સામાન્ય જ્ઞાન(મુઘલ સામ્રાજય)

૧.   બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં કઈ યુદ્ધપદ્ધતિનો ઉપયોગ કરીને વિજયી બન્યો હતો?
-તુલુગુમા

૨.   ક્યાં મુઘલ શાસકને તેમની ઉદારતા માટે 'કલંદર'ની ઉપાધિ મળેલી?
-બાબર

૩.   અમીર ખુશરોને તુતી-એ-હિંદનો ખિતાબ કોણે આપ્યો હતો?
-અલ્લાઉદ્દીન ખલજી

૪.   અકબરે ક્યાં વિજયની યાદમાં બુલંદ દરવાજાનું નિર્માણ ફતેહપુર સિકરીમાં કર્યું હતું?
-ગુજરાત વિજય

૫.   અકબરે 'કંઠાભરણ વાણીવિલાસ'નું ઉપનામ કોને આપેલું?
-તાનસેન

૬.   શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલ છે?
-સાસારામ(બિહાર)

૭.   ઇ. સ.૧૬૨૭માં જહાંગીરનું મૃત્યુ ક્યાં સ્થળે થયું હતું અને ક્યાં દફનાવવામાં આવ્યો હતો?
-ભીમવાર,શહાદરામાં રાવી નદી કિનારે દફન.

૮.   તાજમહલનો મુખ્ય સ્થપતિ કોણ હતું?
-ઉસ્તાદ ઇશાખાન

૯.   ઔરંગઝેબ દ્વારા શાહજહાંને કેટલા વર્ષ સુધી બંદી બનાવ્યો હતો?
-૮ વર્ષ

૧૦.   ઔરંગઝેબે કોની યાદમાં બીબી કા મકબરાનું નિર્માણ ઈ.સ.૧૬૭૯ માં કરાવ્યું જે દક્ષિણના તાજમહેલ તરીકે ઓળખાય છે?
-પત્નીની

No comments:

Post a Comment