Friday, 22 July 2016

સામાન્ય જ્ઞાન

【શૈલ પરમાર】

૧.   ભારતના કોમનવેલ્થ સંબંધી દસ્તાવેજો ક્યાં પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે?
-ઇન્ડિયા ઓફીસ

૨.   સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુંબઇ(૧૮૭૫) ખાતે કરી હોવા છતાં એમનું કાર્યક્ષેત્ર અને પ્રભાવ તત્કાલીન ક્યાં પ્રદેશમાં સવિશેષ હતો?
-પંજાબ

૩.   'ડ્રેઇન ઓફ વેલ્થ' નો સિધ્ધાંત શું સૂચવે છે?
-હિંદની સંપત્તિ બ્રિટન-યુરોપમાં ઢસડાઇ જવી.

૪.   ઇલ્બર્ટ બિલનો પ્રસંગ ક્યાં વાઇસરોયના વહીવટકાલની ઘટના ગણાય?
-વાઇસરોય રિપન

૫.   જેમ્સ આઉટ્રામ નામના અંગ્રેજ વિવેચકે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનના ક્યાં ખાલસાવાદી કૃત્યને 'POSITIVE ROBBERY'કહીને વખોડી કાઢી છે?
-સિંધ ખાલસા
શૈલ
૬.   'An Advance History of India'ના સર્જક કોણ છે?
-આર.સી.મજમુદાર

૭.   બંને શીખ વિગ્રહોમાં અંગ્રેજોની કપટ નીતિનો ભોગ બનેલ મહારાજા રણજીતસિંહના ક્યાં વિધવા મહારાણીએ બહાદુરીપૂર્વક યુદ્ધનો સામનો કર્યો હતો?
-જિંદાન કૌર

૮.   અંતિમ મુઘલ બાદશાહ 'ઝફર'ની બેગમનું નામ શું હતું?
-ઝન્નત મહલ

૯.   અંતિમ પેશ્વા બાજીરાવ બીજાએ દત્તક લીધેલ પુત્રનું નામ શું હતું?
-ઘોંડો પંત

૧૦.   નાગપુરના ક્યાં મરાઠાના અપુત્રાવસ્થામાં અવસાન બાદ ડેલહાઉસીએ ખાલસા કર્યું?
-રઘુજી ભૌસલે

★શૈલ પરમાર★

No comments:

Post a Comment